________________
૧૪૫
(શ્રી) કુંદકુંદાચાર્ય, સમયસારમાં કહે છે – जो समयपाहुडमिणं पढिदूणय अच्छतच्चदो णाहूँ । ' अच्छे ठाहिदि चेदा सो पावदि उत्तम सुक्खं ।। ४३७ ॥
જે આ સમયસાર ગ્રંથને વાંચી, ગ્રંથના અર્થ અને ભાવેને જાણું, શુદ્ધ આત્મિક પદાર્થમાં સ્થિર થશે તે ઉત્તમ સુખને પામશે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય દર્શનપાહુડમાં કહે છે – लखूण य मणुयत्तं सहियं तह उत्तमेण गुत्तेण । लद्धण य सम्मत्त अक्खयसुक्खं लहदि मोक्खं च ॥३४॥
ઉત્તમ ગોત્રસહિત મનુષ્યપણું પામી પ્રાણી સમ્યક્ષદર્શનને પામી અવિનાશી સુખને તથા મોક્ષને પામે છે.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય, ચારિત્રપાહુડમાં કહે છે – चारित्तसमारूढो अप्पासु परं ण ईहए णाणी । पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो ॥४३॥
જે જ્ઞાની આત્મા ચારિત્રને ધારણ કરી, પરભાવ અને પદાર્થને આત્મામાં ન જોડે-સર્વપરથી રાગદ્વેષ છેડે તે જ્ઞાની શીધ્ર અનુપમ સહજસુખને પામે છે એમ જાણે
(૫) શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં કહે છે – भावेह भावसुद्धं अप्पा सुविसुद्धणिम्मलं चेव । लहु चउगइ चइऊणं जइ इच्छसि सासयं सुक्खं ॥६०॥
ચારગતિરૂપ સંસારથી છૂટી શીઘ શાશ્વત સહજસુખને ઇચ્છે છે તે ભાવોને શુદ્ધ કરી, શુદ્ધ આત્માની ભાવના કરે. सिवमजरामरलिंगमणोवममुत्तमं परमविमलमतुलं । पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ॥ १६२ ॥
૧૦