________________
૧૨૯
, મૃગ કરિ શ્રવન સનેહ દેહ દુર્જનકે દીની,
દીપગ દેખિ પતંગ દિષ્ટિ હિત કૈસી કીની; • 'ફરસ ઇનિવશ ગજ પડે સુકૌન કૌન સંકટ સહે, ' . એક એક વિષલ સમ તૂ પચનિ સેવત સુખ ચહૈ. ૪
(શત અષ્ટોત્તરી) રસના ઈન્દ્રિયના રસ સ્વાદને વશ થઈ માછલી ક્ષણમાં પ્રાણ ગુમાવે છે; નાસિકાના સંગથી કમળમાં બીડાઈ રહેવાથી ભ્રમર આખી રાત દુખ વેઠે છે. શ્રવણના સ્નેહથી હરણિયું દુન એવા શિકારીના હાથમા પિતાને દેહ સપડાવી દે છે. પતંગિયું દીપક દેખી દષ્ટિ વડે કેવું હિત કરે છે, (દીવામાં જઈ પડે છે, સ્પર્શેન્દ્રિયને વશ હસ્તી ખાડામાં પડી કેટકેટલાંય કષ્ટ સહન કરે છે. એમ એ દરેક એકએક ઇ-ક્રિયનો વિષય પણ વિષના વેલાની સમાન પ્રાણ હરે છે અને હે જીવ! તું તે એ પાંચને સેવી સુખની ઇચ્છા કરે છે. એ તારું કેવું ભીષણ અજ્ઞાન છે?
સવૈયા ૩૧ સુને રાય ચિદાનંદ કહે જે સુબુદ્ધિ રાની,
કહૈ કહા વેર વેર ને તેહિ લાજ હૈ, કૈસી લાજ કહે કહા હમ કછુ, જાનત ન,
હમેં યહાં ઈન્દિન વિષય સુખ રાજ હૈ, અરે મૂઢ વિષય સુખ સેચે તે અનંતવાર, ' અજહુ અઘાયો નાહિં કામી સિરતાજ હૈ; માનસ જનમ પાય આરજ સુ ખેત આય; ' જો ન ચેતે હંસરાય તે હી અકાજ હૈ. ૧૪
(શ્રી અષ્ટોત્તરી) સુષહિ રાણી કહે છે કે “હે ચિદાનંદ ભૂપ! સાંભળે, વારંવાર કહ્યા છતાં તમને લાજ કેમ નથી આવતી પ્રત્યુત્તરમાં ચિદાનંદભૂપ