________________
૩૦.
શ્રદ્ધા અને શંકા
આવી એ કોણ જાણે? ભાઈ, આ વિવિધ સૃષ્ટિ ક્યાંથી આવી અને સ્થિતિમાં છે કે નહિ એ પરમ ઑામમાં આને જે અધ્યક્ષ છે તે જાણે. અથવા તે પણ ન જાણે!)
અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પ્રવેશ કરવા મનુજહદય કેવું તલસે છે!
આ પ્રમાણે પ્રશ્ન ન થવા દેવા એ આત્માને જડ ગણવા સમાન છે. વળી આ શંકાને ખુલાસો કરવાને બદલે એને બલાત્કારે દાબી મૂકવી એ આત્મામાં કચરો એકઠા કરવા જેવું છે. ટેનિસન નું યોગ્ય કહેવું છે કે –
« There is more faith in honest doubt,
Believe me, than in half the creeds." પણ આ સંશય જે મૂળમાં શ્રદ્ધાત્મક ન હોય તો એ અનિષ્ટ છે, કેમકે “પર” વસ્તુના અસ્તિત્વની શ્રદ્ધા ઉન્નતિને આવશ્યક છે. આ શ્રદ્ધાવિરહિત પ્રવૃત્તિ દુષ્ટ થયા વિના રહેતી નથી, કેમકે આ શ્રદ્ધા વિરહિત હોવું એનું નામ જ દુષ્ટતા છે. આ શ્રદ્ધા ઉપર જ્ઞાનને પ્રકાશ પડી એ જ્ઞાનવિષય થઈ છે કે નહિ એ જૂદે પ્રશ્ન છે, અને એના ઉપર ધર્મબુદ્ધિને આધાર છે, પરંતુ આ વિષયની ચર્ચામાં ઉતરવાનો અત્રે અવકાશ નથી. માટે તાત્પર્ય કે, “અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ, અને મહ”—રૂપ તામસી વૃત્તિમાં મૂઢ બની પડી રહેલા પુરુષ જ ખરે “સંશયાત્મા” છે, અને “જે સદા વે ર મ વલ્લ?” એમ પ્રશ્ન કરનાર જ ખરો દ્રષ્ટા “ઋષિ”— છે. ઉપનિષદ્ શું ખોટું કહે છે કે “જે જાણું છું કહે છે તે જ એને નથી જાણતો, જે નથી જાણતા (કહે છે) તે જ જાણે છે”! અર્થાત બ્રહ્મ જ્ઞાનથી પર છે એમ સમજવું એ જ એનું યથાર્થ જ્ઞાન છે, કેમકે પરતા એ જ બ્રહ્મનું સ્વરૂપ છે.
• What am I?
An infant cıying in the night, An infant crying for the light, And with no language but a cry."-Tennyson.
---
--
--
* "अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ॥
तमस्येतानि जायन्ते विवृद्ध कुरुनन्दन".-भ. गी. : "अविज्ञातं विजानतां विज्ञातमविजानताम्"-केनोपनिषद्