________________
શ્રીકૃષ્ણ
૭પ૭
આ મને ભૂલ લાગે છે. “દીનાર” શબ્દ જે અધ્યાયમાં આવે છે એ હરિવંશમાં પાછળથી ઉમેરાએ અધ્યાય છે. આગળ પાછળના બે અધ્યાય કરતાં એ એકાએક બહુ જ મોટો છે. અને આગળ પાછળના એ બે અધ્યાય વચ્ચે જ સંગતિ છે. ગોકુલવાસી કૃણની કલ્પના ખ્રિસ્તી સમય પછીની, અને ખ્રિસ્તનાં ઘેટાંને સ્થાને કૃષ્ણ સાથે ગાય જોડીને, થએલી છે એમ કહેવામાં આવે છે, પરંતુ આ સર્વ કલ્પનાનું ચિત્ર વૈદિક સાહિત્યના પ્રકાશમાં પ્રાતઃકાળના ધુમ્મસની પેઠે નષ્ટ થઈ જાય છે. કૃણ સાથે ગાય જોડવામાં આવી છે એમને “પ” કહેવામાં આવ્યા છે એ કલ્પનાનું મૂળ ઋદ સૂતિનાં અનેક વાકયોમાં જડે છે. ઋગવેદસંહિતાના વિષ્ણુસૂકતમાં નીચેના ભન્ન જુવે;
" त्रीणि पदा विचक्रमे विष्णुर्गीपा अदाभ्यः।
अतो धर्माणि धारयन् । विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे।
એમાં વિષ્ણુને “અદાભ્ય ગેપ” કેઈથી પણ દબાય નહિ એવા ગાપ કહ્યા છે, ઈન્દ્રના સાથી “સખા” કહ્યા છે, અને ધર્મના ધારક એટલે કે પાલક (જગતનું અને ધર્મનું રક્ષણ કરવું એ વિષ્ણુનું કાર્ય પુરાણમાં સુપ્રસિદ્ધ છે) કહ્યા છે. આ વર્ણન વિષ્ણુના પૌરાણિક સ્વરૂપ સાથે તથા કૃષ્ણના મહાભારત અને પુરાણમાં કરેલા વર્ણન સાથે મળે છે. અને આ વર્ણનને આધારે અમે “ગોપ કૃષ્ણ” અને ઈન્દના અર્થાત “અર્જુનના સખા મહાભારતના કૃષ્ણને એક જ માનીએ છીએ. વળી, વેદના વિષ્ણુસૂતમાં વિષ્ણુલોકનું વર્ણન કરતાં ઋષિ કહે છે “ra -
હુ કયા ” આ વાક્ય સાંભળતાં કોને કૃણનું ગોકુલ અને વિષ્ણુને ગેલોકજેનું પુરાણમાં વર્ણન છે–એ નહિ સાંભરી આવે ?
ભાગવતમાં કૃષ્ણ અને ગોપીઓના રાસની કલ્પના છે એ પણ સૂયરૂપ વિષણુને મધ્યબિન્દુ રાખી એની આસપાસ તિઓના રાસને ઉલ્લેખ છે. પરમાત્માના સ્વરૂપ સંબંધી મતમાં જેમ ભેદ ઉત્પન્ન થયા તેને જ અનુસરતા આ રાસની વિગતોમાં પણ ફેરફાર થએલા આપણે જોઈએ છીએ. કઈ રાસમાં મધ્યસ્થાને એક્લા કૃષ્ણને નહિ, પણ કૃષ્ણ અને રાધાને રાખે છે. એને અર્થ એ કે વિશ્વનું મધ્યબિન્દુ કેવળ બ્રહ્મ નહિ પણ શક્તિસમેત બ્રહ્મ છે. વળી રાસમાં કૃષ્ણ કેવળ મધ્યસ્થાને જ નહિ, પણ આસપાસ ફરતી, પ્રત્યેક ગેપી સાથે એક એક કૃષ્ણ, એવી કલ્પના પણ