________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ ઉ૫ પ્રકારરૂપે, ઊપજાવવામાં આવ્યાં છે, અને એ રીતે જીવનની રગેરગમાં અહિસાનું અમૃત વહેવરાવ્યું છે. અહિસા માટે એવો પ્રેમ ધરાવનાર જૈનધર્મ વિવિધ વાદવિવાદના ઝઘડાની પાર જઈ એની અનેકતામાં એકતા જુવે અને એ વિવાદીઓની લઢાઈઓ શમાવવા યત્ન કરે એમાં શી નવાઈ? એમાં જ એની શોભા છે, બલ્ક એનું જીવન છે. એને મુખે કઈ પણ એક વાદી પ્રત્યે “તમારે વાદ છેટે છે” એવા કર્કશ શબ્દ નીકળતા નથી, સર્વ પિતપતાની રીતે ખરા છે, પણ એમાંથી કોઈ પણ એક કહે કે “હું જ ખરે છું અને બીજા બધા ખેટા છે” તે તેને ન્યાય ખાતર કહેશે કે “ભાઈ, હમારા દૃષ્ટિબિન્દુથી જોતાં હમે ખરા છે, અને પેલા ભાઈના દષ્ટિબિન્દુથી જોતાં એ ભાઈ ખરા છે; નકામા શા ભાટે લઢી મરે છે? “ઢાલની બે બાજુ અને ઘોડેસ્વારીની વાત ભૂલી ગયા? દોષ વસ્તુને નથી, અને છેક હમારેએ નથીઃ વસ્તુને અનેક પાસાં છે અને એક બાજુથી જોતાં એક પાસું દેખાય છે, અને બીજી બાજુથી જોતાં બીજું પાસું દેખાય છે.” જેમ વેદાન્તી આ જ ઉદાર સમઝણ બ્રહની વિશાળતામાંથી ઊપજાવે છે, તેમ જૈનો એને અહિંસાવૃત્તિમાંથી પ્રાપ્ત કરે છે. જેઓ જૈનધર્મી હોવાનો દાવો રાખે છે, અને જેઓ બ્રાહ્મણધર્મનું પરમ શિખર વેદાન્ત છે એમ માને છે તેઓની ફરજ છે કે તેઓએ સ્વધર્મની આ દષ્ટિ મનુષ્યજાતિમાં પ્રસારવી જોઈએ.
આગળ કહ્યું તેમ જૈન ધર્મ માટે, જેમ અહિસા એની જીવનચર્યામાં તેમ, અનેકાન્તવાદ એના વસ્તુવિચારમાં મૂળ તરવરૂપે વિરાજે છે. અને તેથી એ બંનેને માત્ર સામાન્યરૂપે ઉપદેશીને બેસી ન રહેતાં એમાં શાસ્ત્રકારેએ ઘણું ઝીણવટવાળું કામ કર્યું છે, વિશ્વ કેવા કેવા જીવથી ભરેલું છે, જ્યાં ચર્મચક્ષુ જતાં નથી ત્યાં પણ અસંખ્યાત છવ કેવા વસે છે ઇત્યાદિ વસ્તુસ્થિતિ જૈનધર્મમાં બહુ સૂક્ષ્મતાથી પ્રરૂપેલી છે, જેમાંની કેટલીક વાતોનું આજ હજારે વર્ષ પછી વર્તમાન સાયન્સ સમર્થન કરી રહ્યું છે. અને તે જ પ્રમાણે જૈન ધર્મના અનેકાન્તવાદને પણ વર્તમાન સમયમાં બહુ પ્રસિદ્ધિમાં આવેલ Relativity સિદ્ધાન્ત અનુમોદન આપે છે.
આ અનેકાતવાદમાંથી પહેલા “નયવાદ ઉત્પન્ન થયે કે “સ્યાદ્વાદ એ જાણવું કઠણ છે. “નયવાદ એટલે વસ્તુને આપણે એના સમગ્ર સ્વરૂપમાં ન જોતાં, અમુક માર્ગે દેરાઇને (ન દોરવું) એનું ખંડસ્વરૂપ જેવું તે ખંડદર્શનમાં શા શા માર્ગે સંભવે છે એને વિચાર નયવાદમાં કરવામાં આવ્યું છે, જેમકે સામાન્ય અને વિશેષ માર્ગે વસ્તુ જેવી, એકલા સામાન્ય