________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબધી થાક
બે પક્ષીઓ–અર્થાત જીવાત્મા અને પરમાત્મા*-જે સાથે સાથે રહે છે અને “સખાઓ' છે, એ સંસારરૂપી એક જ વૃક્ષ ઉપર બેઠેલાં છે, એમાંનું એક–જીવાત્મા–સંસાર રૂપ વૃક્ષનું મીઠું ફળ ખાય છે, અર્થાત જોક્તા બને છે અને બીજું–પરમાત્મા–એ ફળ ન ખાતાં, ભક્તા ન બનતાં, દ્રષ્ટા થઈને રહે છે. એ જ જીવાત્મા અને પરમાત્મા, જે સખા હાઈ સાથે સાથે વસતા પક્ષી રૂપે ઉપનિષમાં કલ્પાએલા છે, એમને બદરિકાશ્રમમાં તપ કરતા “નર” અને “નારાયણ” રૂપે અને એમના જ અવતારભૂત અર્જુન અને કૃષ્ણ રૂપે ઈતિહાસ અને પુરાણમાં ઓળખાવ્યા છે. કૃષ્ણને સમસ્ત મહાભારતમાં અર્જુનના સખા રૂપે, અને જીવનયુદ્ધના ધર્મક્ષેત્રમાં અર્જુનને ઘેરનાર સારથિરૂપે વર્ણવ્યા છે એ કેમ તે આ રીતે સમઝાઈ જાય છે. વિશેષમાં, આપ જાણે છે કે કૃષ્ણભગવાને અર્જુનના સારથિ થવાનું સ્વીકાર્યું તે સાથે એ પણ પ્રતિજ્ઞા કરી હતી કે પોતે યુદ્ધમાં શસ્ત્ર ગ્રહણું નહિ કરે, અર્થાત જાતે નહિ લઢે–એ અપૂર્વ ઘટનાનું રહસ્ય પણ હવે સમઝાય છે, કારણ કે પરમાત્મા દ્રષ્ટા અને નેતા છે, કર્તા અને ભોક્તા જીવ છે. આ પ્રમાણે પ્રાચીન વસ્તુની સમાલોચના કરવાથી * સમઝાય છે કે કૃષ્ણ અને અર્જુન એટલે પરમાત્મા અને જીવાત્મા, અને એમનો સંવાદ, સંલાપ તે “કૃષ્ણનસંવાદશ્રીમદ્ ભગવદ્ગીતા.
હવે એ મહાન ગ્રન્થના ઉપદેશરહસ્ય ઉપર આવીએ. આપણાં શાસ્ત્રમાં સહુથી પહેલે વિચાર “અધિકાર”ને હેય છે. “અધિકાર”ને અર્થ
privilege” નથી, “right' છે અને એ “right' ને નિર્ણય કરવા માટે શ્રોતાનું moral and spiritual equipment ધ્યાનમાં લેવાય છે. આ Relativityને સિદ્ધાન્ત એ educationકેળવણીના શાસ્ત્રમાં હિન્દને કિંમતી ફાળે છે. ગીતાના શ્રવણને અધિકારી કેશુ? એ અધિકારી
જીવ, જીવમાત્ર, મનુષ્યમાત્ર અને તેથી જ ગીતા એ અમુક મનુષ્યનું નહિ પણ સમસ્ત મનુષ્યજાતિનું ધર્મપુસ્તક ગણાવા યોગ્ય છે. પણ અહીં ધ્યાનમાં રાખવું કે ગીતાકારની મનુષ્યતાની કલ્પના જરા ઊંચી છે. મનુષ્ય દેવ નથી, પણ એ પશુ પણ નથી. ગીતા ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશવામાં * કેટલાક આ બે તે બદ્ધજીવ અને મુક્તજીવ એમ અર્થ કરે છે. એ રીતે લેતા અર્જુન અને કૃષ્ણ તે બધુજીવ અને મુક્તજીવ એમ અર્થે થયો. એથી ગીતા પરત્વે આપણે જે કહેવાનું છે એમાં ફેર નથી પડત. મુક્તજીવ અને બહુછવને સંવાદ છે એમ અર્થ થશે. વસ્તુ એક જ રહેશે,