________________
૭૨૪
સર્વધર્મપરિષદ્
(
સિદ્ધાન્ત ધર્મ સામાન્યની epistemology યાને જ્ઞાનપ્રામાણ્યશાસ્ત્ર અને psychology યાને માનસશાસ્ત્ર એના ઉપર રચાએલા છે, એટલું જ નહિ, પણ ધર્મ વસ્તુ પાતે પરમાત્માના અવતાર છે, તેથી કાઇને એમ કહેવાના અધિકાર નથી કે મ્હારા જ ધર્મ સાચા છે, અને અન્યને—— મ્હારા ભાઈના—મિથ્યા છે. મનુજ બુદ્ધિ ર'ગમેરંગી કાચના બનેલા મહેલ છે, જેમાં પરમાત્માનું શુભ તેજ અનેક રંગથી રંગાઈને પ્રકટે છે—જો કે વસ્તુતઃ સર્વ કાચમાં એક જ પરમાત્માનું તેજ ચમકી રહ્યું છે. કાઇએ એ પરમાત્માનું દર્શન એક આદર્શમાં કર્યું, ખીજાએ ખીજા આદર્શમાં કર્યું, ત્રીજાએ ત્રીજા આદર્શમાં કર્યું, પણ વસ્તુતઃ સહુ એક જ પરમાત્માનું દર્શન કરી રહ્યા છે. ચેડાંક ઉદાહરણ આપીએ. ગ્રીસે પરમાત્માનું દન વિશેષતઃ સૌન્દર્ય અને બુદ્ધિસૂચક વ્યવસ્થિતિમાં કર્યું, જરચેસ્તી ધર્મે જીવનદાયી ( · અહુર ' ) દૈવી સંપના મહાન ( ‘ મઝદ ') અને પવિત્ર ( · અષા ' ) તેજમાં કર્યું, ચાહુદી ધર્મે પરમાત્માના નિયમપાલન અને સદાચારમાં કર્યું, ઇસુ ખ્રિસ્તે પરમાત્માના વાત્સલ્યરૂપ પ્રેમ અને શ્રદ્ધામાં કર્યું, હઝરત મહમ્મદે પરમાભાની મહત્તા અને શક્તિમાં કર્યું, ભગવાન મુદ્દે ‘ધિ' ( બુદ્ધિજ્ઞાન ) અને તૃષ્ણાચ્છેદમાં કર્યું, જેનાએ તપ અને અહિંસાથી સાધ્ય રાગદ્વેષાદિ શત્રુ ઉપરના જે જય અને એ જય થકી સાધ્ય આત્માનુ નિર્થિક કૈવલ્ય એમાં કર્યું, અને બ્રાહ્મણેાએ આત્માની બૃહત્તા અને વિશાલતા નામ બ્રહ્મભાવ એમાં કર્યું. આ સર્વ ભેધ પડવામાં દેશ કાલ પુરુષ આદિ ઉપાધિ કારણભૂત છે, ધર્મના મૂલતત્ત્વમાં ભેદ નથી, કારણુ કે સ ધર્મના દ્વારમાંથી એક જ પરમાત્માની ઝાંખી થાય છે. આ પ્રત્યેક ધર્મ જોવાથી અને વિચારવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સામાન્યતઃ મનુષ્યના આત્માને ધારણ કરવા, ટકાવી રાખવા, માટે જે તત્ત્વ જોઈએ એ હરેક ધર્માંમાંથી મળી શકે છે, આપણે જેએ સામાન્ય અધિકારનાં જ મનુષ્યા છીએ એમને માટે સ્વધ એના રૂઢ રૂપમાં પણ ખસ છે. અને જેઓને વિશેષ આધકાર પ્રાપ્ત થએલા છે એમને માટે દેશ-ઢાલ-પુરુષાદિ ઉપાધિ થકી પર એવા જે પરમ ધર્મ ગૂઢ હૃદયગુહામાં, અને ઇતિહાસાત્મક કાલગુહામાં વિરાજમાન છે, એનું દન, એનુ શરણુ, એનું અવલમ્બન, એનું પાન, એના આત્મસાત્કાર અને આત્મભાવ સદા તૈયાર છે. આવા વિરલ જન અને એમને વિશિષ્ટ અધિકાર સર્વ ધર્મોનાં રહસ્ય સમઝનાર માને
ૐ આ આત્મસાક્ષાત્કાર નહિ, ‘આત્મસાકાર
1 શબ્દ છે.