________________
સર્વધર્મપરિષદ
*
૭૧૯
આ બીજી ભાવના પિતાની. ઈશ્વર કેવલ રાજા જ નથી, એ પિતા પણું છે. રાજા નથી અને પિતા છે એમ નથી, પણ રાજા અને પિતા બને છે. એને ઘેર ન્યાય છે અને પ્રેમ પણ છે. ઈતિહાસકાર કહે છે કે ઈસુના પહેલાં યહુદી ધર્મમાં પરમાત્મા રાજા છે એ ભાવના પ્રધાન હતી, પરંતુ ઈસુએ એને બદલીને ઈશ્વર પિતા છે એ ભાવના સ્થાપી. એથી પરમાત્માની યાહુદી ભાવનામાં રાજાના અકણું ન્યાયને બદલે દયાર્દ પ્રેમ દાખલ થયો. ઘણા લોક આ પિતાની ભાવનાને કેવળ ખ્રિસ્તી સમજે છે, અને કેટલાક લોક એની હાંસી પણ કરે છે. પણ વસ્તુતઃ હિન્દુઓને માટે આ પરધમ સિદ્ધાત નથી. ભગવદ્ગીતામાં પરમાત્માને “પિતાત્તિ સ્રોથ ઘરાવરચ” ઇત્યાદિ ભાવપૂર્ણ વાણીમાં ચરાચર જગતને પિતા કહ્યો છે. અને ઋદ સંહિતામાં પણ પિતાનું રૂપક પ્રસિદ્ધ છે. એક મન્નદ્રષ્ટા. કહે છે કે “ગુજખવિમveથે” “પિતા જેમ પુત્રને ખોળામાં લે છે તેમ તમે પણ એને ખોળામાં લે છે.” અને બીજા એક ઋષિએ કહ્યું છે “પિતુ પુત્રઃ શિવમા તે શુક્ર રયાવિયા મિરયા શાર્વવઃ” “હે શક્તિમાન ઈન્દ્ર! હું તને મારી મીઠી વાણીથી એવો પકડીને ચાલું છું કે જેમ પિતાના વસ્ત્રને છેડે પકડીને બાળક ચાલે છે.” કેવુ સુન્દર ચિત્ર! પરંતુ એ જોઈને જરા આગળ ચાલે. એથી પણ વધારે સુન્દર ચિત્ર આવે છે.
પરમાત્મા કેવળ પિતા જ નથી, માતા પણ છે. “શેષ મતા જ પિતા =એમ ભક્ત કહે છે. આ બંને રૂપ જે પ્રાકૃતિક જગતમાં એકઠાં હોતાં નથી એ પરમાત્મામાં એકઠાં થઈને રહેલાં છે. પરમાત્મા પિતાની રીતે પ્રેમથી આપણે ઉત્કર્ષ ઇરછે છે એટલું જ નહિ પણ એને “શિવાનુધ્યાનપરા” માતાની ઉપમા પણ સારી રીતે લાગે છે. જગન્માતા અદિતિ વેદમાં પ્રસિદ્ધ છે. “જે લેવસ્તિક્ષાત ઇત્યાદિ ઉપનિષદ્ વાકયમાં પરમાત્માને સ્ત્રીલિગ શબ્દથી પરામર્શ કર્યો છે. અને પરમાત્માના જ્યોતીરૂપ અગ્નિહોત્રને ઉદ્દેશીને અતિ કહે છે કે જેમ “ભૂખ્યાં બાળ માતાની ચારે તરફ બેસી જાય છે તેમ સર્વ પ્રાણુ અગ્નિહોત્રની ઉપ-આસના કરે છે.” વળી પુરાણ તે જગદમ્બાનાં અસંખ્ય મધુર અને ગંભીર સ્તથી ભરેલાં છે, જે ઉપરથી ખ્રિસ્તી ધર્મની માતા મેરીની ભક્તિ અને એશિયામાઈનરની શક્તિપૂજા યાદ આવે છે. પરંતુ મેરી પરમાત્મારૂપ મનાતી ન હતી, અને એશિયામાઈનરની શક્તિપૂજા કૃષિદેવતાની કલ્પનાથી અને એની જ રહસ્યપૂજાથી આગળ વધી શકી નહતી.