________________
સર્વધર્મપરિષદુ
9૧૭
સાક્ષાત એમ ઉભય રીતે મનુજ આત્મા (જીવ) સાથે એ નિત્ય સંબધથી જોડાએલ છે. તદનુસાર જે આચાર વિચાર કરવામાં આવે એનું નામ
ધર્મ છે. આ સંબન્ધ કેવા પ્રકારને માન-રાજા પ્રજાને કે પિતા પુત્રને, કે મિત્ર મિત્રને, કે સ્વામી સેવકને, કે પતિ પત્નીને, કે અનન્યતાને કે એથી કંઈ જુદા જ પ્રકારનો, આ વિષયમાં અનેક મતમતાંતર જોવામાં આવે છે, અને તેને લીધે ધર્મ ધર્મની વચ્ચે, બલ્ક એક જ ધર્મની શાખાઓમાં, ઘણું વાદવિવાદ અને ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ પરમાત્મા અને આપણી વચ્ચે કોઈ એક જાતને સંબધ છે, એમાં તો સહુ એકમત છે. હર્બર્ટ સ્પેન્સર જેવા “The Unknowable” અયવાદીને અને જોતિ કહીને વિરમતા કેવલાદ્વૈતવાદીને પણ જીવાત્મા સાથે એ પર પદાર્થને કઈને કઈ તરેહને સંબન્ધ તે માનવો પડે છે જ. જે લોકે એને અણેય કહે છે તે પણ એને “અય” છે એટલું કહેવા પૂરતે પણ મનુષ્ય આત્માના જ્ઞાનને વિષય બનાવે છે. અને અફેય પદાર્થ પિતાના અસ્તિત્વ માત્રથી પણ મનુજ હૃદયમાં જેવા ભાવ ભરી શકે તેવા ભાવ ધર્મ” શબ્દના અર્થમાં સ્વીકારવા પડે છે. કેવલાદ્વૈત બ્રહ્મને નિષેધમુખી વાણુથી સૂચવે છે. પરંતુ એ પણ જીવ અને બ્રહ્મને સર્વથા અસંબદ્ધ રૂપે માનતા નથી, કિંતુ જીવને બ્રહ્મ સાથે અનન્યભાવ સ્વીકારે છે (જેમ
જેતિ જોતિ” એ મહાવાક્ય છે તેમ તરવમણિ પણ મહાવાક્ય છે) અને એ અનન્યભાવમાં જે પ્રકારની ધાર્મિકતા રહેલી છે તેવી સિદ્ધ કરવા એ પણ ઈચ્છે છે. આ અનન્યભાવથી જુદા એવા રાજા પ્રજા, પિતા પુત્ર વગેરે જે સંબધથી જીવાત્મા–પરમાત્માને સંબન્ધ સૂચવાય છે એ સંબન્ધ અનન્યભાવના સંબધથી ઊતરતા છે એમ માનીએ તેપણુએ મિથ્યા તે નથી જ, કારણ કે ધાર્મિક પુરુષોએ એ અનુભવ્યા છે. તેથી પુષ્પ ભ્રમર ન્યાયે એ દરેકમાં રહેલા સત્યરૂપ મધુનું પાન કરવું ઉચિત છે.
પાણી ના કિનારા છે.
પરમાત્માને વિષે એક અતિપ્રાચીન ભાવના રાજાના રૂપકની છે. પરમાત્મા જગતને અષ્ટા માત્ર જ નથી, પણ આપણે રાજ છે, અર્થાત આપણે નિયામક છે અને આપણું સારાં ખેટાં કર્મોને ફલદાતા છે એ લગભગ સર્વ ધર્મની જનતામાં ફેલાએલી ભાન્યતા છે. આ રૂપકમાંથી ગ્રહણ કરવા યોગ્ય અંશ એ છે કે ઈશ્વર ધરતીકપ કે વાવાઝોડા જેવી એક જડ અને અલ્પ શક્તિ નથી, પણ એક ચેતન–આત્મા–છે, પરમ આત્મા છે, એને આપણી સાથે વ્યવહાર છે, પોતે પોતાના બનાવેલા નિયમો પાળે