________________
સર્વધર્મપરિષ૬
ઉપ
ધર્મમાં જ–ઘણું ખરાઓને માટે તે સ્વધર્મમાં જ–રાખવી ઉચિત છે. વસ્તુતઃ તે અહીં સ્વધર્મને અર્થ સંપ્રદાય-પ્રાપ્ત બાપદાદાના ધર્મને આચાર એમ સમઝો ન જોઈએ, પણ પિતાના આત્મામાં ધારણ કરેલ—માત્ર આચારની રૂઢિમાં નહિ પણ આત્માના સત્તવમાં મેળવી દીધેલો—જે ધર્મ તે જ ખરો સ્વધર્મ છે. જગતના વિવિધ ધર્મોમાં પ્રધાન–ગૌણ ભાવ નથી. સર્વ ઈન્દ્રિયગોચર લૌકિક ધર્મ એક ઈન્દ્રિયાતીત અલૌકિક ધર્મના આવિર્ભાવ છે. મહારે વિવક્ષિત અર્થ સ્પષ્ટ કરવા માટે એકાદ ઉદાહરણ આપવું જરૂરનું છે. ધર્મના પરસ્પર વિરોધમાં એક કારણ એ હોય છે કે તે તે ધર્મના અનુયાયી ધર્મના વિષયમાં પિતપતાના ધર્મગ્રન્થને ઈશ્વરેચ્ચરિત માને છે. પરંતુ કૃપા કરી એટલો વિચાર કરે કે કઈ પણ ધર્મગ્રન્થ ક્યા અર્થમાં ઈશ્વરેચ્ચરિત હોઈ શકે છે? શું ઈશ્વર સંસ્કૃત અરબી હિબ્રુ આદિ ભાષાઓમાં, જેમ આપ અને હું એક બીજાની સામે બેસીને બોલીએ તેમ, આપણી સાથે બેલે છે? આવી લૌકિક તરેહથી કેઈ પણ ગ્રન્થ ઈશ્વરચરિત હોઈ શકતું નથી. કારણકે ઈશ્વર અશરીરી છે એ વાત અલગ મૂકીએ તે પણ ઈશ્વર આપણી માફક અનેક વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ નથી કે જે આપણે સાથે બહારથી વાતચીત કરે તે મણિગણમાં સૂત્ર જેવો છે, અમુક મણિ જેવો, માળાના મેર જેવો પણ, નથી. એ તે સર્વ વ્યક્તિઓના અન્તરમાં વાસ કરે છે, અને અન્તરમાં જ બેસે છે. એનું બોલવું અને આપણું સાંભળવું એ શબ્દાકાર હોઈ શકતું નથી. એ કેવળ જ્ઞાનાકાર જ બની શકે છે. ભલે એ જ્ઞાનને હું શબ્દાકાર કરી લઉં. આ કારણથી જ વેદ ધર્મમાં એને “વેદ” (જ્ઞાન) કહ્યું છે. જે-શબ્દ લૅટિન Videre (દર્શક કરવું, જેવુ) શબ્દ સાથે શબ્દશાસ્ત્રાનુસાર સંબધ્ધ છે, અને એને મૂળ અર્થ “Vision' યાને દર્શન થાય છે. પરંતુ અહી પણ કહેવું જોઈએ કે એ દર્શન પણ લૌકિક ઈન્દ્રિયસાધ્ય–ચર્મચક્ષુનું –દર્શન નથી, પ્તિ આત્માથી સાધ્ય દિવ્ય ચક્ષુનું છે. તેથી આ અર્થમાં વેક Vision દર્શન અને શુતિઃ શ્રવણ બંને શબ્દ ઔપચારિક અર્થાત. લાક્ષણિક અર્થમાં લેવાના છે. ફલિત એ થયું કે “વેદ” એટલે અલૌકિક સાધનથી પ્રાપ્ત થએલું સત્ય અને ધર્મનું જ્ઞાન. એ જ્ઞાન અમુક કાળે પ્રભાવશીલ દ્રષ્ટાઓની હૃદયગુહામાં પ્રકટ થયું, અને શબ્દાકાર થઈ બહાર નીકળ્યું. જે રીતે નિષાદ અને કચયુગલના પ્રસંગમાં આદિ કવિને
લ સ્ટોલાવમાંતર. વસ્તુતઃ જે બહાર નીકળે છે એ સનાતન - રામાયણના ઉદ્ભવ સંબધી વાલ્મીકિ મુનિની આ વાત સુપ્રસિદ્ધ છે,
-
-
-