________________
તખ્તયજ્ઞ
તે પણ સમગ્ર હરિવંશનું કીર્તન કરવું બાકી રહ્યું. એ મહાભારતના પરિશિષ્ટરૂપ હરિવંશમાં કર્યું. પણ “નિગમત” નું રસ ટપકતું ફળ જે શુકદેવજીએ ચાખ્યું અને જેને રસ હજી પૃથ્વી ઉપર વહ્યા જ કરે છે તે ભાગવત. મિ. હામ નામના એક જાણીતા પાદરી બનારસ યુનિવર્સિટિમાં આવ્યા હતા–જે ઘણું કરીને અહીં પણ આવ્યા હતા–-એમણે કરેલાં હિન્દુ ધર્મ સંબધી કેટલાંક પ્રતિપાદનના ઉત્તરમાં પંડિત માલવીયાજીએ ભાગવતના શ્લોક ઉપર લેકની મધુર ધારા વર્ષાવવા માંડી ત્યારે અતિ થઈ મિ. હ્યુમ વારંવાર કહેવા લાગ્યા કે “હું આમાંનું કાંઈ જ જાણતો નહોતે. અંગ્રેજીમાં આ અમને કેમ આપવામાં આવતું નથી ?” ભાગવતને H[8441 447 Goy Msal len, 'Sacred Books of the East માં એ મહાન ગ્રન્થ દાખલ થયો નથી, એ પશ્ચિમના વિદ્વાનોની જડતા જણાવે છે, ભાગવતને વાસ્તવિક મહિમા એથી ઘટતું નથી.
અહીંથી આગળ ગંગાના વિશાળ પટમાંથી નહાની નહાની નહેરે નીકળે છે, જે વિશાળ નથી પણ ઊંડી તે છે. પરંતુ એના અનુસરણ માટે અત્યારે વખત નથી. • કહો તે હવે રૂપક બદલીએ. આ વીથિમાં જે ચિત્ર જોતા જોતા આપણે ચાલીએ છીએ તેમાંનું એક પાછળ ગએલું ચિત્ર, જેના ઉપર આપણું નજર બરાબર ઠરી નહતી, તેની સામે ઊભા રહી એને વિશેષ ઝીણવટથી અવલોકીએ.
ફરી સ્મરણ કરેઃ વૈદિક વાડ્મયના ત્રણ વિભાગ જાણીતા છે– સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષ. એ વિભાગ જેમ વાલ્મયના પ્રકાર પ્રમાણે પડેલા છે તેમ કાલક્રમને પણ તે અનુસરે છે. એટલે વિદ્વાનોએ સંહિતાકાળ, બ્રાહ્મણકાળ, અને ઉપનિષત્કાળ એમ ત્રણ કાળ પાડી એની સંસ્કૃતિનાં લાક્ષણિક તો નિરૂપ્યાં છે. સંહિતાકાળ એટલે વેદના મન્નો ગોઠવીને સંહિતા રચવામાં આવી ત્યાં સુધીના સમયમાં ત્રષિઓને પરમાત્માનું દર્શન આ પુરતોદશ્યમાન પ્રકૃતિમાં સીધું અને સરળ રીતે થતું, અને એમાં દેવની ઉપાસના પણ સાદા યજ્ઞો દ્વારા કરવામાં આવતી. તે પછી બાકીની સંહિતાઓ–યજુરાદિક–અને બ્રાહ્મણ મળીને કાલક્રમમાં બીજું પગલું ભરાયું. અને તે પછી આરણ્યક અને ઉપનિષનું ત્રીજું ભરાયું.
આ બીજા બ્રાહ્મણકાળ સામે એક હોટે આક્ષેપ એ કરવામાં આવે છે કે એમાં બ્રાહ્મણોએ પિતાની સત્તા જનસમાજ ઉપર જમાવી