________________
અહિંસાધર્મ
કરવી એટલું જ નહિ, પણ પ્રાણીઓને સુખી કરવાં એવી ભાવના અશોક રાજાના વખતમાં દેશમાં સ્પષ્ટ સ્થપાઈ ગએલી આપણે જોઈએ છીએ. એ રાજાએ પોતે માંસાહાર ત્યજે એટલું જ નહિ પણ પશુઓને માટે ઔષધશાળાઓ બાંધી જેમાંથી આપણું પાંજરાપોળની સંસ્થા ઉત્પન્ન થઈ છે. પણ અશોકનું સામ્રાજ્ય એ ખરેખર “ધર્મચક્રપ્રવર્તન” રૂપ હતું અને તેથી એમાં જુલમી કાયદા કરતાં હદયના ઉપદેશથી કાર્ય કરાવવાની રીત વિશેષ હોઈ, હિન્દુસ્થાનના સર્વ ભાગમાંથી પશુહિંસા સર્વથા લુપ્ત થઈ ગઈ હશે એમ અનુમાન કરી શકાતું નથી. ગમે તેમ હો, પણ એનાં સમય પછી હિન્દુધર્મના વેત કીર્તિપટ ઉપર શ્યામ છાંટા દેખાયા કરે છે. . અનુકશ્મામૃદુ' પણ “પશુમારણકર્મધારણ” શ્રોત્રિય કાલિદાસના સમયમાં પણ છે. અશ્વમેધ યજ્ઞ વચ્ચે વચ્ચે થતા જાય છે, અને પશુહામ કર્મને સંપ્રદાય બ્રાહ્મણના કેટલાક વર્ગમાં થોડેઘણે પણ ચાલ્યા કરે હશે એમ નિશંક અનુમાન થાય છે. કાદંબરી–જે લાંબા સમાસ, લાંબા વાક, અને એક શબ્દના અનેક અર્થ સમજવાની બુદ્ધિની વ્યાયામશાળા જ કે મનહર વર્ણનેને ચિત્રપટ નથી—એ હિન્દુસ્થાનની તે સમયની ધાર્મિક સ્થિતિ ઉપર બહુ પ્રકાશ નાંખે છે. એમાંથી એક તરફ જાબાલિ મુનિના આશ્રમનું અને બીજી તરફ કાવિડ ધાર્મિકતા નિવાસસ્થાનનું, એક તરફ મહાઈવેતાના શિવાલયનું અને બીજી તરફ એ જ દ્રાવિડ ધાર્મિકની ચંડિકાના મંદિરનું વર્ણન મૂકશે તો હિન્દુસ્થાનના મેલા અને ઊજળા બને ધર્મવિભાગનું દર્શન થશે, અને એમાં ખરે આર્ય ધર્મ તે ઊજળે છે, અને મેલો ધર્મ બહુશઃ અનાર્ય—અને તે ઊતરતી જાતિના અનાર્ય–નો જ છે એ અભિપ્રાય પ્રતીત થવા વિના રહેશે નહિ. આ અવલોકનને હેતુ અહિસા પરત્વે આપણું દેશની ખરી ઐતિહાસિક સ્થિતિ વર્ણવવાને છે. એ સ્થિતિ બહુધા અહિસાપ્રધાન છે અને એને પરિણામે બંગાલ, પંજાબ, કાશ્મીર અને સિન્ધ બાદ કરતાં હિન્દુસ્થાનના મહેટા ભાગે–ખાસ કરી એના દ્વિજવણું–હિંસા ત્યજી દીધી છે. એ સ્થિતિ સાધવામાં ઔપનિષદ અને ભાગવત ધર્મ, તેમ જ પંચ મહાયજ્ઞના અનુષ્ઠાનરૂપ સ્માર્તધર્મ (બ્રાહ્મણકાળથી ચાલતો આવેલે)–એઓએ ઘણે ભાગ લીધો છે; અને એ જ દિશામાં સૌથી માનવંતું કાર્ય જૈનધર્મ કર્યું છે. અને એ ધર્મ અહિંસાને આપેલું પ્રાધાન્ય સુપ્રસિદ્ધ છે એટલે જૈન ગ્રન્થોમાંથી હું એ વચન ટાંકીને તમારે વખત લેવા માગતા નથી. હિન્દુ શાસ્ત્રમાં કઈ કઈ સ્થળે માંસાહાર અને માંસબલિદાનનાં વાક્યો જોઈને મૂંઝાવાનું નથી—એ
કારમી મહા અસિાની ખરી ઐતિહાસિક