________________
અહિંસાધર્મ ,
આમ મનુસ્મૃતિને નિર્ણય સામાન્યતઃ માંસાહારની વિરુદ્ધ, શ્રાદ્ધમાં એની તરફ, અને વિચારશીલ જ્ઞાનમાગીને માટે વિરુદ્ધ છે. એ નિર્ણય બૌદ્ધ કાળને આરંભે પ્રજાના મોટા ભાગથી સ્વીકારાતો હશે એમ સૂત્રગ્રન્થ અને મહાભારતાદિક ગ્રન્થોના પુરાવાથી જણાય છે. આ ખડબચડી અને અનેકમતસંકુલ નિર્ણય-સ્થિતિને ખુલાસો શોધવા જઈશું તે simple' માંથી “complex' એ ન્યાયે નહિ પણ “complex માંથી “complex” એ ન્યાયે મળશેઃ અર્થાત, આ એક જ બીજનું વૃક્ષ નથી, પણ અનેક વહેણ એકઠાં થઈ સરવર ભરાયું છે; બલકે અનેક રંગના તખ્ત એકઠા થઈ પટ વણાય છે. એનું પૃથકકરણ કરીએ તે કાંઈક આ પ્રમાણે સ્થિતિ જણાય છે' (૧) માંસાહાર અને માંસવડે દેવયજન એ અનેક પ્રાકૃત લોકને સ્વભાવસિદ્ધ આચાર હતો;
(૨) એ આચાર ઉપર બીજી સંસ્કારી પ્રજાના વા એ જ પ્રજાના સંસ્કારી વર્ગના આચાર વિચારની અસર થતાં–માંસને ઉપયોગ કમી થયો;
(૩) પણ પૂર્વજની સ્મૃતિરૂપ અને તેથી રૂઢિને જેમાં સ્વાભાવિક રીતે જ અધિક પ્રાધાન્ય મળે, એવી શ્રાદ્ધની ક્રિયામાં હજી એ ચાલુ રહ્યા.
(૪) તે જ પ્રમાણે, જેઓ ધર્મના ઊંચા વિચાર સુધી ચઢી શક્યા નહિ, અને અમુક બલિદાન આપીશ તે દેવ પ્રસન્ન થશે અને અમુક નહિ કરું તે કુદ્ધ થશે ઇત્યાદિ સ્વાર્થે અને વહેમના નીચ ધર્મમાં જ ભરાઈ રહ્યા, તેઓએ દેવતારાધનમાં માંસને ઉપગ ચાલુ રાખે.
(૫) પણ જેઓ શુદ્ધ ભક્તિ અને તત્વચિન્તનને માર્ગે ચઢ્યા તેઓએ તૃતીય-ચતુર્થાશ્રમ સ્વીકારી એમાં માંસને સર્વથા ત્યાગ કર્યો.
જે ઉચ્ચ ધર્મભાવનાએ માંસાહાર અને માંસનાં બલિદાન ઘટાડવામાં અને સામાન્ય રીતે હિન્દુ ધર્મને અહિંસાવિમુખ કરવામાં અત્યાર સુધી ભાગ લીધે હતો, એ જ ધર્મભાવના આ અરસામાં ભારતવર્ષને દિન પર દિન અધિક મુક્ત કરતી જતી હતી. એ ભાવનાના જુદા જુદા પ્રવાહવિકીએ –
(૧) ઉપનિષદેએ યજ્ઞયાગને હવાલે જ્ઞ આ યજ્ઞરૂપી હેડીઓ ડૂબાડે એવી છે–એમ કહીને યજ્ઞ અને યજ્ઞ સાથે હિંસાને નિષેધી હતી, અથવા તે એ જ ઉદેશ યજ્ઞનો આધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થ કરીને સાધ્યું હતું. મૂળ, ઉપનિષદ્ તૃતીય કે ચતુર્થ આશ્રમ માટે જ