________________
જન અને બ્રાહ્મણ
જૈન અને બ્રાહ્મણ બન્દુઓ-પ્રમુખપદ માટે બહુ વિનયભરી ભાષામાં મારી અગ્યતાનું કથન કરી આડકતરી રીતે મારી ગ્યતા સૂચવવાની મારી ઇચ્છા નથી. આ પદ માટે હું સ્પષ્ટ રીતે મારી ચેગ્યતા સ્વીકારું છું, પણ તે એટલા પૂરતી કે જે આત્માની જયન્તીને ઉત્સવ કરવા આજ આપણે અન્ને મળ્યા છીએ એ આત્મામાં ધર્મ પરત્વે જે પ્રકારની અભેદભાવના હતી તે જ પ્રકારની અભેદભાવના યથાશક્તિ મેં હારા હૃદયમાં કેળવી છે અને તે મારા આચારમાં ઉતારવા અનતે પ્રયત્ન કર્યો છે. જેઓ જૈન બ્રાહ્મણ બૌદ્ધ ખ્રિસ્તી મુસલમાન પારસી આદિ ભેદને એકાકાર કરવાનો પ્રયત્ન કરે છે તેમાં હું નથી. જૈન અને બ્રાહ્મણ એ ભેદ કેવળ નિરર્થક અને નિષ્કારણ હેય એમ માનતા નથી. જે જુદા જુદા ધર્મનું પૃથકૃત્વ સમજી પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા લક્ષમાં લઈ અમુક અમુક દષ્ટિબિન્દુથી વિવિધ ધર્મની એકતા સાધવામાં આવે તે જ તે એકતા યથાર્થ થાય; બાકી, ધર્મનાં માત્ર બેખાં રાખીને, એના આત્માને ઉડાવી દઈને, એને એકસરખા કરવા પ્રયત્ન કરવો એ વૃથા છે. આમ મારું ધારવું છે અને મારી સમજ પ્રમાણે શ્રીમદ્ રાયચન્દ્રજીનું પણ એમ જ ધારવું હતું.
શ્રીમદ્દ રાયચંદ્ર વેદાંત તરફ વળેલા હતા એમ તેમના પત્રો વાંચવાથી કેઈને પણ લાગે છે. પણ જૈન ધર્મને તેમણે વધારે મહત્ત્વ આપ્યું છે. બને દર્શનેની સરખામણું કરવામાં તેમને પણ અમુક અમુક મુશ્કેલીઓ જણાઈ હતી. જે વાત સામાન્ય જનને બહુ સાદી લાગતી હોય છે તે જ વાત વિચારવન્તને બહુ કઠિન જણાય છે. રાયચન્દ્રજી પોતે પોતાની પ્રતિભા વડે પિતાની મુશ્કેલી જોઈ શક્યા હતા. એ મુશ્કેલીઓને મુશ્કેલીરૂપે સ્વીકાર્યો છતાં પણ પિતાના ધર્મમાં સ્થિર રહી અન્ય ધર્મનાં ખરાં ત એમણે જોયાં છે. એક બ્રાહ્મણ જૈનના મંડળમાં અને એક જૈન બ્રાહ્માણના મંડળમાં ભાગ લે તે ભારતવર્ષનું સુંદર ભવિષ્ય સાધવા માટે બહુ આવશ્યક છે. આથી હું પ્રમુખસ્થાન લેવાને લલચાયો છું, અને હું આશા રાખું છું કે જૈન બ્રાહ્મણ વગેરેમાં આ પ્રમાણે પરસ્પર ઉદાર અને મીઠે વ્યવહાર બંધાઈ અબ્ધ બતાગ્રહો દૂર થશે.
શ્રીમદ્ રાયચન્દ્ર જયન્તી પ્રસંગે વઢવાણમાં પ્રમુખપદેથી આપેલું ભાષણ.