________________
શંકરજયંતી
૬૪૯
છે. અને તે ઇષ્ટ છે. પરંતુ શંકરાચાર્યના સંબધમાં એને ઉપગ કરતાં કેટલીક મુશીબત નડે છે. એક તે એમના જીવનની હકીકત આપણે ઈચ્છીએ તેટલી સપ્રમાણ મળતી નથી. શંકરવિજય અને શંકરદિગવિજયમાં જે હકીકત નોંધાએલી છે તે એની સ્થલ રેખારૂપે આપણે સ્વીકારી શકીએ. પણ એમાંની દરેક વાત શબ્દશ: આપણે ખરી માની શકીએ તેમ નથી. એ ગ્રન્થ શંકરાચાર્ય પછી ઘણે વર્ષે લખાયા છે, એના કેટલાક ભાગ કાવ્ય તરીકે લખાએલા હોઈ એ રૂપે સમજવાના છે, અને એમાંની કેટલીક હકીકત તે તન અયથાર્થ જ છે—જેમ કે શંકરાચાર્યને કેટલાક પ્રતિપક્ષીઓ સાથે વિવાદ વર્ણવ્યો છે તે પ્રતિપક્ષીઓ એમના - સમયમાં નહિ પણ બીજા સમયમાં થયા હતા એ અન્ય પ્રબળતરા પ્રમાણને
આધારે ઇતિહાસથી સિદ્ધ થઈ ચૂક્યું છે. વળી–એ પોતે સમય, વૃત્તાન્ત, ક્યારે થયા એ બાબત પણ વિવિધ મત છેઃ ઈ. સ. પૂર્વે તથા ગ્રન્થ - કેટલાંક શતકોથી માંડી ઈ. સ. પછી આઠમા શતક સુધીમાં બન્ધી મુશ્કેલી એમને માટે ભિન્ન ભિન્ન સમય બતાવવામાં આવે છે.
એમાંના કેટલાક મત સ્વીકારતાં બાધ એ આવે છે કે શંકરાચાર્યે બૌદ્ધધર્મને ઉચ્છેદ કર્યો કહેવાય છે, છતાં એ સમયમાં અને તે પછી પણ બૌદ્ધ ધર્મ પૂર્ણ જાહોજલાલી જોગવતો હતો એમ પરદેશી (ચીની) મુસાફરોની નોંધ ઉપરથી તથા અન્યત્ર ગ્રન્થમાંથી મળતી હકીકત ઉપરથી જણાય છે. વળી શંકરાચાર્યના ગ્રન્થો કયા કયા એ પ્રશ્નનો નિર્ણય કરે પણ તદ્દન સહેલ નથી. “શંકરાચાર્ય' નામ માત્ર આદ્ય શંકરાચાર્યનું જ નથી. એમની ગાદીના સર્વે પુરુષો “શંકરાચાર્ય” નામે જ ઓળખાય છે, અને તેથી અન્ય શંકરાચાર્યોની કૃતિઓ આઘ શંકરાચાર્યને નામે ચઢી ગઈ હોય તે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. છતાં,
જ્યારે આપણે એમના સિદ્ધાન્તને નિર્ણય કરવો જ છે, તે આ મુશીબતથી નિરાશ ન થતાં—એમના અમુક ગ્રન્થ જે નિર્વિવાદ રીતે એમના જ છે તે લઈ, એ ગ્રન્થથી અવિરુદ્ધ જે જે ગ્રન્થ માલુમ પડે તે સ્વીકારવા અને અન્ય છોડી દેવા. આવી રીતે વિચાર કરતાં–વેદાન્તસૂત્રનું શારીરક ભાષ્ય, કેટલાંક ઉપનિષદો તથા ગૌડપાદની કારિકા ઉપરનાં ભાષ્યો, શ્રીમદ્ભગવદ્ગીતા ઉપરનું ભાષ્ય અને તે ઉપરાંત કેટલાક પ્રકરણ ગ્રન્થો અને પદ્યો નિ:સન્દિગ્ધ રીતે શંકરાચાર્યનાં છે એમ સિદ્ધ થાય છે. આ સર્વ ગ્રન્થોમાં પ્રતિપાદન કરેલા અગાધ અને વિસ્તીર્ણ તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરવાનું આ સ્થાન નથી. આ પ્રસંગ નથી. પણ એ સર્વના દોહનરૂપ–