________________
આપણે ધર્મ
વગેરે અનેક અનિષ્ટ પદાર્થોથી ભરેલો જણાય છે, અને તે જ રીતે વિશ્વમાં પણ પરસ્પર વિરુદ્ધ શક્તિઓને કલહ મચી રહેલો દેખાય છે. એ સર્વ વિષમતાને ટાળવા તથા તેને ખુલાસો કરવા એનું અન્તઃકરણ મથે છે, અને આ સમયે એને ધર્મસંબંધી જ્ઞાનના પ્રકાશની જરૂર પડે છે. એ જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત થતાં જ વિશ્વ જુદે રૂપે ભાસવા માંડે છે, દુઃખ સુખરૂપ થઈ જાય છે, પાપનો અવકાશ જ રહેતો નથી, અને જગતમાં વિરોધ કે જડતા એવું કાંઈ જ દેખાતું નથી, પૂર્વને અનુભવ અને આ નવીન અનુભવ એ બે સમાન કક્ષાના માત્ર કાલિક પિપર્ય—એક પછી એક એમ ક્રમ–વાળા ન લાગતાં, એક અનુભવ બીજા અનુભવને બાધક થઈ ફુરે છે; અથત પૂર્વને અનુભવ છે અને આ ખરે એમ પ્રતીતિ થાય છે. વેદાન્ત વગેરેમાં “જ્ઞાન ” એમ વારંવાર ઉષ સંભળાય છે એનું આ જ રહસ્ય છે.
(ખ) દરેક મનુષ્યના હૃદયમાં કર્તવ્યની અમુક ભાવનાઓ હોય છે, પણુ બહુ તીવ્ર પ્રતિભા વિના એ ભાવનાઓ જોઈએ તેવી હૃદય આગળ આલેખાતી નથી. અને કદાચિત આલેખાય છે તો પણ તે અન્ય જન આગળ ઉપસ્થિત કરી આપવાની સાધારણ રીતે મનુષ્યમાં શક્તિ હોતી નથી. એ સર્વ સામગ્રી જેનામાં હોય છે તે પિતાના જીવનથી, ઉપદેશથી, અથવા ઉભયથી અન્ય જનને તે અનુભવાવી શકે છે, અને ધર્મપ્રવર્તક અથવા ધર્મમૂર્તિ તરીકે જગતમાં પૂજાય છે. આવા મહાત્માઓ જગતમાં વિરલ સ્થલે અને વિરલ કાલે ઉત્પન્ન થાય છે, માટે તેમની ખોટ પૂરી પાડ. વાની જરૂર રહે છે; અને તે ખેટ તેમણે પ્રવર્તાવેલા, તેમના આત્માની બાહ્યમૂર્તિરૂપ, ધર્મથી પૂરી પડે છે. બ્રાહ્મધર્મ આ કામ બહુ સારી રીતે બાવી શકે એમ છે, એ એના મહાભારત રામાયણ ભાગવતાદિ ગ્રન્થો જોતાં સિદ્ધ થાય છે. રામ, સીતા, દમયંતી, સાવિત્રી, યુધિષ્ઠિર, ધ્રુવ, પ્રહૂલાદ, હનુમાન, હરિશ્ચન્દ્ર, રતિદેવ વગેરે અનેકાનેક કર્તવ્યભાવનાના આદર્શભૂત ધર્મવીર સ્ત્રીપુરુષો અન્યધર્મના ગ્રન્થમાં ભાગ્યે જ જણાશે. અને જ્યાં જણાય છે ત્યાં પણ કાં તો તે ધર્મના પ્રદેશથી કેવલ બહાર જ કેવલ સાહિત્ય , ગ્રન્થમાં રાખવામાં આવેલાં છે, અથવા તો પ્રતિભાની મન્દતાને લીધે તેમની ચિત્રરેખા ઘણી ઝાંખી દેરાએલી છે, અને તેથી હૃદય ઉપર તે બહુ અસર કરી શકતાં નથી.
(ગ) જ્ઞાન મળ્યા છતાં, તથા કર્તવ્યની ભાવના તીવ્ર ઉપસ્થિત થયા