________________
૨૩૨
તત્વજ્ઞાનનું પ્રજન અગ્રેસર પત્ર “સુદર્શન” અને “જ્ઞાનસુધા” અને એના અગ્રેસર લેખકે મણિલાલ અને રમણભાઈ એઓ કેટલા રસથી ધાર્મિકતાના પ્રશ્નો ચર્ચતા ! આજ એવી ચર્ચા ક્યાં છે, અને વાચકને રસ પણ કયાં છે ? આ ઊણપ માટે નિઃશ્વાસ નાંખતાં અમને લજ્જા નથી. શા માટે હોવી જોઈએ? જગતના કયા મહેટા યુગ ધાર્મિકતા વિનાના હોય છે? બુદ્ધિપ્રધાનયુગ ટીકાર યુગ, જગતના ઈતિહાસમાં હોય છે જ અને યદ્યપિ ટૅગ અને વહેમને રસ્તે ચઢી ગએલી ધાર્મિકતાને શુદ્ધ કરવામાં એ બહુ કામ લાગે છે, તથાપિ હેટા યુગો તે તે ધાર્મિકતાના યુગ જ જોવામાં આવશે.
આ વસ્તુનું એ યુગના મહાન દેશહિતચિનક મહર્ષિ રાનડેને કેવું ચોખ્ખું ભાન હતું એ ઉપર એમનો દખ્ખણુ કૅલેજના પ્રિન્સિપાલ ફેસર સેબી સાથેનો પ્રસંગ જાણવા જેવો છે. ડો, સેબી એક પ્રસિદ્ધ નિરી- - શ્વરવાદી હતા, અને બી.એ.ના વર્ગમાં વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનના વિષયને લગતાં પુસ્તકે શીખવતી વખતે એક પુસ્તકની ઈશ્વરસિદ્ધિ સામે એમણે નિરીશ્વરવાદનું પ્રતિપાદન કર્યું. એ વાત રાનડેના સાંભળવામાં આવી. સાંભળીને એ ઉપર એમણે સાર્વજનિક સભા”ના પત્રમાં સખ્ત ટીકા કરી અને એવા નિરીશ્વરવાદી પ્રોફેસર પાસે આપણું વિદ્યાર્થીઓ કેળવાવા ન જોઈએ ત્યાં સુધી કહ્યું ! આપણે એટલે આગ્રહ પસંદ ન કરીએ, પણ મનુષ્યસંસ્કૃતિ અને પ્રજાના ઉદયાસ્તના ઈતિહાસને જેમણે અપ્રતિમ અભ્યાસ કર્યો હતો એવા મહાન દેશહિતૈષીને એમના યુવાવસ્થાના જુસ્સામાં આવો આગ્રહ થઈ આવે છે તે ક્ષમ્ય ગણાય.
[વસન્ત, ફાલ્ગન, સં. ૧૯૯૧]
૧૭
તરવજ્ઞાનનું પ્રયોજન સર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક્સફર્ડ યુનિવર્સિટીમાં તાજા સ્થાએલા “પ્રાચ્ય ધર્મ અને નીતિશાસ્ત્રના પ્રોફેસર” ના પદ ઉપર નીમાયા તે ખાતે અમે એમને અભિનન્દન આપી ચૂક્યા છીએ. એઓ એ પદનું કાર્ય કરવા વદાય થવાના છે તે પ્રસંગે મદ્રાસમાં એક સુન્દર મેળાવડે થયો. તેમાં શ્રીનિવાસ શાસ્ત્રી આદિ અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ આદરના શબ્દો ઉચ્ચાર્યા. એના ઉત્તરમાં શ્રીયુત રાધાકૃણે આપણા તત્વજ્ઞાનવિષયક પિતાના કાર્યના સ્વરૂપને નિર્દેશ કર્યો. રાધાકૃષ્ણ અને દાસગુપ્ત એ બે