________________
વર્ણશ્રમ સ્વરાજ્ય સંઘનું અધિવેશન
-
દૃરી
આત્મા હતા, આ બ્રાહ્મણના દેહમાં ચાંડાલ આત્મા હતા. આમ વર્ણને અનુસરતે આત્મા દેહમાં હોય છે પણ ખરે અને નથી પણ હો; અને આમ પિતાના વર્ણધર્મમાંથી ભ્રષ્ટ થએલો જીવ–બ્રાહ્મણ મટી જેણે શસ્ત્ર ઉપાડ્યાં તે–અધમતાના ગર્તમાં કયાં સુધી ડૂબે છે એ પણ આડકતરી રીતે મહાભારતકાર સૂચવે છે.
[વસન્ત, આશ્વિન સં. ૧૯૮૭]
૧૫ " વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘનું અધિવેશન
“વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘ”નું છેલ્લું અધિવેશન ગયા નાતાલની રજામાં અમદાવાદમાં થયું હતું. હું બહુ બિમાર હતા અને તેથી જઈ શકયો ન હતો પણ સાજો હોત તે જાત કે નહિ એ હું કહી શકતો નથી. મહારા વિચાર આ સંઘના વિચાર સાથે મળતા નથી, અને તેથી હું જાઉં તે ફક્ત ટીકા કરવા માટે જ એમ કેઈને લાગે તેથી ન જવું મહે ઇષ્ટ ગણ્યું છે_બાકી એ સંઘના કાર્ય પ્રત્યે મહારી ઉપેક્ષાવૃત્તિ છે એમ નથી. આપણું સનાતન ધર્મ પ્રત્યે મને ભાન છે, બલ્ક હું એને અવલંબી છું એમ કહેવાની જરૂર નથી; તે પણ એટલું તે ખરૂ કે “સનાતન ધમ”ને અર્થ મહારા આ “સનાતની ભાઈઓ કરે છે તેથી જુદો કરૂ છુ, હું “પુરાતન ને “સનાતન” નથી કહેતે; સંસ્કૃત જાણનાર એક બાલક પણ જાણે છે કે “પુરા” અને “સના” એ બે એકાર્થક નથી. આપણે ધર્મ સદા એકને એક રહ્યો નથી; જગતને કેઈ પણ પદાર્થ એકનો એક રહી શકે નહિ. પરંતુ આ અનેકતા રૂપની અનેકતા છે; એ અનેકતાના અન્તરમાં નવનવાં રૂપ ધારણ કરનાર આત્મા (ધર્મને આત્મા અહી વિવક્ષિત છે)–એ એક છે. એ આત્મા “સનાતન છે–દેખીતી રીતે એ આત્માને કૌમાર, યૌવન, જરા આદિ થાય છે, બલ્ક દેહાન્તર પણ થાય છે, પણ વસ્તુતઃ એ અવસ્થાઓ દેહની છે, રૂપની છેઃ રૂપાન્તર થતાં છતાં પણ એનો આત્મા –એનું તત્ત્વ એકનું એક “સનાતન”—હોય છે. આનું રૂપક કરીએ તો આપણે ધર્મ એ વિષ્ણુપાદકી ગંગા છે, એ સદા વહેતું જળ છે, સૂકાવા નિર્માએલું બાંધ્યા પાણીનું તળાવડું નથી આ માત્ર અમારા આદરના જ શબ્દ નથી, આપણું ધર્મને ઈતિહાસ જાણનાર કઈ પણ વ્યક્તિ આમાં નિષ્પક્ષપાત ભાવે જુદે મત ધરાવી શકે એમ નથી. •