________________
સમભાવના છેહિન્દુસ્થાનની સા વેશવાદ
૬૦૪
કવિ અને મહાત્મા તે જ પ્રમાણે ગાંધીજીને પશ્ચિમની સંસ્કૃતિ પ્રત્યે વિરોધ પણ અર્વાચીન પશ્ચિમની સંસ્કૃતિ પ્રત્યે જ છે, અને પૂર્વની સંસ્કૃતિ ઉપર પ્રેમ તે પ્રાચીન પૂર્વની સંસ્કૃતિ ઉપર જ છે. પણ આ પ્રાચીન પૂર્વની સંસ્કૃતિ તે ગાંધીજી ઉપદેશે છે તેવું જ જીવન નહોતું. સાદું અને તપામય જીવન એ જીવનના આદ્ય અને અન્તિમ આશ્રમ રૂપે રહી મધ્ય જીવનના ગાનમાં સૂર પૂરતું હતું અને સમસ્ત જીવનને એક મધુરું સંગીત બનાવતું હતું. કવિવરની ઉપમા લઈએ તે, તંબૂરાના સૂરની માફક જીવનના ગાનને બેસૂરું થતાં એ રકતું હતું. પણ તંબૂરાના સૂર એ જ જેમ સઘળું ગાન નહિ, તેમ સાદું અને તમય જીવન એ જ પૂર્વની પ્રાચીન સંસ્કૃતિ નહિ. આ પ્રમાણે સંપૂર્ણ સત્ય ગ્રહણ કરતાં ગાંધીજીની ભાવનાની અપૂર્ણતા સમઝાય છે, સાથે એ પણ સમઝાય છે કે કવિવર જે પૂર્વ અને પશ્ચિમના , સમન્વયની ભાવના ધે છે તે શોધવા માટે એમણે હિન્દુસ્થાનની બહાર જવાની જરૂર નથી કારણકે હિન્દુસ્થાનના જ પ્રાચીન સમયમાં બંને ભાવના સુન્દર રીતે મળેલી જોવામાં આવશે. પણ આ તે સ્વદેશવાદ (Nationalism), સર્વ દેશવાદ (Internationalism) નહિ–એમ કવિશ્રી કહેશે. અને આપણે જાણુએ છીએ કે કવિ સ્વદેશવાદી નથી, સર્વ દેશવાદી છે. એઓ કહે છે કે આ જગત નું સમગ્ર સત્ય એક જ દેશ કે ખંડને કેમ જણાએલું હેય? પૂર્વે કાંઈક પશ્ચિમને આપવાનું હોય, પશ્ચિમે પૂર્વને આપવાનું હોય. આ કહેવું દેખીતું ઠીક છે. પણ વસ્તુતઃ સત્યના કકડા કરીને પરમેશ્વરે જગત ઉપર ફેંક્યા નથીઃ અધું સત્ય જાણે પૂર્વમાં પ્રકટ કર્યું હોય, અને અર્થે પશ્ચિમમાં, અને પછી મનુષ્યજાતિને એ બે અર્ધીઓ એકઠાં કરવાનું સોંપ્યું હોય એમ નથીઃ દરેકમાં સત્યનું પૂર્ણ પ્રાકટચ જ હોય છે, હોવું જ જોઈએ, કારણ કે જ્યાં મનુષ્યત્વ ત્યાં સત્ય, અને મનુષ્યત્વ સર્વત્ર તેમ સત્ય પણ સર્વત્ર પણ ઐતિહાસિક સંજોગોને લઈ સત્યના જુદા જુદા અંશો પૃથ્વીના જુદા જુદા ભાગમાં પ્રાધાન્ય કે ગૌણતા પામે છે એટલે એક બીજા દેશને એક બીજાની અપેક્ષા રહે છે તે એટલી જ કે ગૌણ અંશને યથોચિત પ્રાધાન્ય અપાવવું—આપણું પ્રાચીન સમયમાં વ્યવહારની ગૌણતા નહોતી, પણ, ઐતિહાસિક કારણોને લીધે આપણું વ્યાવહારિક જીવન ગૌણુ સ્થાને મૂકાઈ ગયું છે તે એને ગ્ય પદ આપણે પુનઃ પ્રાપ્ત કરાવવું; અને પશ્ચિમના દેશે વ્યવહારમાં ડૂબી પરમાર્થ ભૂલી ગયા છે તે તેઓએ એમના પૂર્વજોને જાણીતું પરમાર્થ જીવન ફરી સેવવું. અત્યારે પૂર્વની ભાવનાનું જ પૃથ્વી ઉપર જોર હોત તે કદાચ ગાંધીજી