SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના ૬૦૩ અસંખ્ય આર્યહુદાએ દુખના વખતમાં ભગવાનનું શરણુ શોધ્યું છે, અને તેઓને તે મળ્યું છે–એટલી વાત પ્રકૃત વિષયના ચિન્તનમાં સેંધીને અનુભવમાત્રથી પૂર્વોક્ત વાંધાને ઉત્તર ન કરતાં, એ વાંધાને સામાન્ય મનુષ્યબુદ્ધિની કસેટીએ ચઢાવીશું. મનુષ્ય આ નિયમબદ્ધ જગતમાં એક રેખ માત્ર જૂનાધિકતા કે અન્યથાભાવ કરી શકતું નથી એ વાત ખરી છે? સામાન્ય મનુષ્યબુદ્ધિ તે એથી ઉલટું જ જુવે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે પ્રકૃતિના સ્વાભાવિક કાર્યમાં વચ્ચે પડે છે, એના પ્રવાહને તેડે છે, એ આપણે રાતદિવસને સતત ચાલતે અનુભવ છે. આ પત્થર હુ અહીથી ઉપાડીને તહીં મૂકું છું એમાં ચાલતી પ્રકૃતિની સ્થિતિને હુ બદલતું નથી તે શું કરું છુ ? આ પાણીને પ્યાલું ઉપાડી આ તરસ્યાને મુખે હું ધરું છુ એમાં કાર્યકારણની પરંપરા ચાલતાં જે મૃત્યુ થાત તેને હું અટકાવું છુ એમાં કેણ ના કહી શકશે? પણ તમે કહેશો કે આ બંને ઉદાહરણમાં કાર્યકારણના નિયમો ભંગ થતું નથી; માત્ર એક કાર્યકારણની પર પરામાં બીજે હું ભળે, વા મેં બીજી કાર્યકારણુપરંપરા ભેળવી એટલું જ પત્થર એક ઠેકાણે પડી રહ્યા હો ત્યાંથી બીજે ઠેકાણે લઈ જવામાં, મેં મારી પિતાની જાતને કાર્યકારણની પરંપરામાં નાંખી, અને પ્રકૃતિના નિયમ પાળાને જ હું એને અહીથી તહી લઈ ગયા; તે જ પ્રમાણે, જળ વિના પેલા તરસ્યા મનુષ્યની નાડીઓ તૂટવા જતી હતી ત્યાં એ કાર્યકારણની પર પરામાં વચ્ચે પડીને મેં એ મનુષ્યને જળ આપીને એ પરંપરા તેડી, તેમાં કાર્યકારણભાવને મેં નિયમ તોડ્યો નહિ, પણ કારણસામગ્રીમાં ફેરફાર કરીને કાર્યમાં ફેરફાર કરી દીધા. આ ખુલાસાના ઉત્તરમાં સામાન્ય મનુષ્યબુદ્ધિ આટલું જ કહેશેઃ વારૂ, આ તે મનુષ્ય જ્યારે કઈ પણ કૃતિ કરે છે ત્યારે પ્રકૃતિ સાથે ઊપજતો એને સંબન્ધ કેવી રીતે થાય છે એનું સૂહમદર્શન થયુ. પ્રકૃતિની ચાલતી એ સ્થિતિમાં એ ફાચર મારી શકે છે, એના વહેતા પ્રવાહમાં બંધ બાંધી શકે છે કે પ્રવાહને તેડી શકે છે, અને ત્રીજુ રૂપક લઈએ તે એક પાછળ એક ચાલતાં કાર્યકારણનાં ગાડરાની હારમાં ડાંગ મારી એને ભરવાડ એ હારને તેડી શકે છે તથા આમ કે તેમ વાળી શકે છે–આ વસ્તુસ્થિતિને ગમે તે ખુલાસે આપે, એનું ગમે તે રીતે વર્ણન કરે— પણ વરસ્તુસ્થિતિ છે તેને નિષેધ કરી શકાશે નહિ. જડ પ્રકૃતિની સાકળમાં વિભંગ કરનારી મનુષ્યકૃતિની અવગણના કરીને જે તત્વજ્ઞાન રચાય છે તેમાં મનુષ્ય પોતે પોતાને જ ગણ ભૂલી જાય છે. પેલી દસાડીઆની
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy