________________
શાતિપાઠ
પ૯૭
વિકરાળ છે, પણ દેવી સંપત જે પ્રભુના મનુષ્યરૂપમાં મૂર્તિમતી થાય છે, એની આગળ હિસાબમાં નથી. કારણ મનુષ્ય-રામચન્દ્ર–એ માત્ર દેખવામાં મનુષ્ય છે, વસ્તુતઃ એ પ્રભુને જ અવતાર છે. વાલ્મીકિની પહેલાં દેવાસુરસંગ્રામનાં વર્ણન હતાં, પણ મનુષ્ય અસુરને પરાભવ કેવી રીતે કરી શકે એ સત્ય વાલ્મીકિએ જ પ્રથમ પ્રકટ કર્યું. અને એ વખતથી લીલામનુષ્ય રામ અને કૃષ્ણને અમે આપના જ અવતાર માનીએ છીએ. અને આપનાં જ રૂપવિશેષ જે ઇન્દ્રાદિક દેવો એમનાથી પણ અમે એને અધિક માનીએ છીએ. એ જ સાર–જે રામાયણનો સાર તે જ સાર––ગત યુદ્ધમાંથી અમે ગ્રહણ કરી શકીએ છીએ. જર્મન જેવી રાક્ષસી પ્રજાને મનુષ્યધર્મનુ પરિપાલન કરનારી પ્રજાએ પરાસ્ત કરી દીધીઃ એમાં પ્રભાવ આપ પ્રભુને જ છે, અમ પામર મનુષ્યોનો નથી.
૨ એક બીજું સત્ય –આજ સુધી–ગયા ખ્રિસ્તી સંવતના સૈકામાં–પશ્ચિમ દેશોમાં એમ મનાતું હતું કે “સë પુર્વ g: ” એવી અહમહેમિકાની રીતિથી જ મનુષ્યજાતિને ઉત્કર્ષ થાય છે. હજી સુધી જે કે વ્યવહારમાં એ રીતિને ઉચ્છેદ થયો નથી, તે પણ એવો સિદ્ધાન્ત તે સ્થપાવા લાગે છે જ કે મનુષ્યજતિનું કલ્યાણ અહમહમિકાથી નથી, કિન્તુ સહકારિતાથી છે. અહમહેમિકાથી જગતની એવી ખરાબી થઈ રહી છે કે કહ્યું ન જાય. એથી ધનિક તે ધનિકતર, અને દરિદ્ર તે દરિદ્રતર થાય છે–અર્થાત એ થયું કે જેમ દુધ બગડી જવાથી એક તરફ પાણી અને બીજી તરફ ખાટે પદાર્થ એ વિભાગ પડી જાય છે, એ જ રીતે અહમહમિકાથી જનસમાજના બે ટુકડા પડી જાય છે. એટલું જ નહિ, વિશેષમાં એક ટુકડે બીજા ટુકડા ઉપર જુલમ કરી શકે છે, કારણ કે એ બલવત્તર થયો છે. આ અનર્થ કેવળ પ્રત્યેક દેશના જનસમાજમાં પૂરાઈ રહે છે એમ નથી, બલ્ક દેશ દેશાન્તરના જનસમાજોમાં પણ પરસ્પર એ જ રીતે ચાલી રહી છે. એક રાજ્ય બીજા રાજ્ય કરતાં અધિક ધનાઢ્ય અને બલવાન થઈને એને સતાવવા લાગે છે, કાંઈને કાંઈક મિષથી લઢાઈ ઊભી કરે છે, અને આ રીતે મોટી માછલી નાની માછલીને ગળી જવાને ન્યાય જગતમાં પ્રવર્તી રહ્યો છે. એને સ્થાને હવે સૌને આટલું સમઝાયુ કે આ મનુષ્યની રીત નથી, રાક્ષસી રીત છે. કહે છે કે આ મત્સ્યન્યાય પ્રકૃતિનું સ્વરૂપે જ છે, અને એ જ રીતે પ્રકૃતિને વિકાસ થાય છે. પરંતુ આ કહેવુ બહુ ભાગે ગલત છે. પ્રકૃતિમાં એક હિસ્ત્ર પક્ષી અન્ય પક્ષીનાં બચ્ચાં ઉપર પ્રહાર કરવા આવે છે,