________________
સ
'
શાન્તિપાઠ
૫૫
નહિ, પણ આપ‘સૌરખીયાન ’——અણુથી પણુ અણુતર, ન્હાનાથી પણ ન્હાના છે. એમ શ્રુતિ ભગવતી કહે છે. અને તેમાં પણ થળોળીયાન ’એ વિશેષણ મદતો મદીયાન એ વિશેષણુની પહેલાં મૂક્યું છે ( આવુ શ્રુતિનું કૌશલ છે ) ! આપ જેમ અખિલ બ્રહ્માંડના નાયક છે તે જ પ્રમાણે અણુ અણુના અન્તર્યાંની છે. અને આપની જ કૃપાથી અમે કષ્ટમુક્ત થયા છીએ.
હે કૃપાનિધાન ! આપની વિભૂતિક્ષ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી મહા
..
રાજે જે શબ્દ મહાભારતમા ઢાકી ઠોકીને અનેકવાર કહ્યા છે એ જ શબ્દ “ થતો ધર્મસ્તતો નથઃ '' એ યુદ્ધના આરંભમાં અમે અમારી યુદ્ધપતાકા ઉપર લખ્યા, મધ્યમા એ જ શબ્દના પ્રભાવથી અમેરિકા અમારી મદદે દોડી આવ્યુ, અને અન્તમાં અમને જે વિજય પ્રાપ્ત થયા તે એ જ “ ચતો ધર્મસ્તતો નચઃ એ મહામન્ત્રના પ્રભાવથી જ—એમ અમે સમઝીએ છીએ, અમે સારી રીતે જાણીએ છીએ કે અમે આપની પૂર્ણ કૃપાના પાત્ર હજી સુધી થયા નથીઃ અનેક મદ માન લાભ દ્વેષ કીિ આદિ પાપ ગુણાથી અદ્યાપિ અમારૂ હૃદય ભરેલુ છે. તે! પણ અમે કહીએ છીએ અને ઘટઘટવાસી અન્તર્યાંની આપ સધળુ જાણે! છે જ, કે અમે પૂર્વોક્ત સૂત્ર અમારા જીવનમા સિદ્દ કરવાના યત્ન કરી રહ્યા છીએ. અને અમારા યત્ન સલ થાએ, અમારી બુદ્ધિ પવિત્ર થાએ એવી અમારી આપના ચરણમાં પ્રાર્થના છે.
66
આ યુદ્ધુ બહુ વિષમ હતું, અને એમાથી અમે જીવતા નીકળીશું કે ક્રમ એ પણ કાઈ કાઈ વાર સંશયારૂઢ થઈ જતુ હતુ. પરંતુ એ જ વિપત્તિ થકી અમે આપનું દર્શન કરી શકયા. તેથી કુન્તીજીની માફક, અમે કહીએ છીએ કે विपदः सन्तु नः शश्वत् तत्र तत्र जगद्गुरो । ” જગદ્ગુરા !—જગતને અનુભવથી શીખવવાવાળા ગુરુ ! અમને હમેશાં વિપત્તિએ જ હા !—જેથી અમે નિરન્તર આપનુ સ્મરણ કરીએ, અને આપથી વિમુખ થઇને, કામ ક્રેધ લેાભ મેહમદ મત્સર ઇત્યાદિ મધરમત્સ્યાથી ભરેલા આ સંસારસાગરમાં ગ્રસ્ત ડૂબી ન જઈ એ.
આ યુદ્ધથી, સત્યસ્વરૂપે આપના વિસ્ફુલિગરૂપ અનેક સત્યા અમારા જાણવામાં આવ્યા છે. એમાથી બે ત્રણના ફ્રી પાઠ અમે આ જ કરીશું, ૧ એકસત્ય તા એ છે કે જે મુનિશ્રી વાલ્મીકિએ રામાયણમાં અમને સંભળાવ્યું છે. કહે છે કે એક વખતે વાલ્મીકિ મુનિ સ્નાન કરવા