________________
આપણો ધર્મ
ઉપરથી જ નહિ પણ સાક્ષાત, બ્રાહ્મધર્મના અનેકાનેક ગ્રન્થો જોઈને વિચારવાનું છે. વિચારતાં, અને વિશેષે કરીને એને અનુભવ લેતાં, જણાશે કે બ્રાહ્મધર્મ અનેક રીતે વ્યાપક છે, સર્વદેશી છે, અથત સર્વ ધર્મનાં તો એનામાં છે.
(૧) એક તે એવી રીતે કે–એમાં સર્વ પ્રકારના અધિકારીઓ માટે સ્પષ્ટ યોજના છે. મનુષ્યજાતિના તેમજ મનુષ્યવ્યક્તિના ધર્મવિચારમાં “મના ભાયા અને મહેશ્વર” એટલે “અસ્મ–ઈ–અને તત’ પદવાણ્ય ત્રણ પદાર્થોની ત્રિવેણુ વહે છે. બાળક અને બાલ્યાવસ્થા ભેગવતા મનુષ્પવર્ગો આ ત્રણ પદાર્થોને જેવી રીતે જુએ છે તે કરતાં પ્રૌઢ વયને પ્રાપ્ત થયેલા મનુષ્યો અને મનુષ્યવર્ગો જુદી રીતે જુએ છે. અમુક મનુષ્યને અમુક ધર્મનું સ્વરૂપ સચે છે તે બીજાઓને બીજું રુચે છેએટલું જ નહિ, પણ લાભકારક પણ તે જ થાય છે. આ પ્રમાણે જે કે આત્માની પરમ શાન્તિ પ્રાપ્ત કરાવવી એ ધર્મ માત્રનું સામાન્ય સાધ્ય છે તે પણ તે સાધવાના માર્ગે જુદા જુદા છે. અને તે ભેદ મનુષ્યઆત્માના અધિકાર પ્રમાણે એટલે કે રુચિ અને અનુકૂલતા ઉભયને લઈને પડે છે. બાલ્યાવસ્થાથી આરંભી વાર્ધકય સુધી, જંગલી દશાથી માંડી * સુધારાના ચરમ સ્થાન સુધી, જડતાથી તે તત્વદૃષ્ટિ પ્રાપ્ત થતાં સુધી, અધિકારાનુસાર જેને જે જોઈએ તેને તે આપી જે ધર્મ મનુષ્યને સર્વથા સંઘ પમાડી શકે તે જ ધર્મ સર્વોત્કૃષ્ટ છે એ ઉઘાડું છે. જે ધર્મમાં સ્પષ્ટ રીતે વિચારપુરાસર અધિકારભેદની વ્યવસ્થા કબુલ નથી તે ધર્મમાં પણ વસ્તુતઃ એને અનુસર્યા વિના ચાલતું જ નથી, દરેક ધર્મમાં જુદા જુદા સ્વભાવના અને જુદી જુદી ભૂમિકાના ધાર્મિક પુરુષ ઉપજ્યા વિના રહેતા નથી, અને તેથી પરિણામે સ્વાભાવિક રીતે જ જુદા જુદા અધિકારીઓને અનુકૂલ એવી જુદી જુદી ધર્મની ભાવના ઉત્પન્ન થાય છે; આ રીતે પરોપકાર વૈરાગ્ય ત્યાગ શ્રવણું મનન સમાધિ કર્મ જ્ઞાન ભક્તિ આદિ સર્વ સાધનો દરેક ધર્મમાં કાંઈક કાંઈક તો કબૂલ થાય છે જ. પણ આ સર્વ સાધનના સ્વરૂપ તથા સંબન્ધને વિચાર એક જ ધર્મને અંગે બ્રાહ્મધર્મમાં જેવો કરવામાં આવ્યો છે તે અન્ય ધર્મમાં ભાગ્યે જ જણાશે. '
(૨) બ્રાહ્મધર્મને સર્વિદેશી (વ્યાપક) પણું એક બીજી રીતે પણ છે. જીવ જગત અને ઈશ્વર એ ત્રણ પદાર્થોમાં “સર્વ” એટલે અખંડ વિશ્વને સમાવેશ થાય છે, અને તે ત્રણે પદાર્થોને બ્રાહ્મધર્મમાં સારો વિચાર છે. બ્રાહ્મધર્મ જગતને શન્ય અથવા મિથ્યા માની જગતના સર્વ વ્યવહારને