________________
ભાવિ અને પુરુષાર્થ
પ૭૯ આત્માને દિન પર દિન અધઃપાત થતો જાય છે. ગવાસિષ્ઠ રામાયણ, તો પુરુષકારના પ્રતિપાદન માટે જ રચાએલું છે એમ કહીએ તો ચાલે. એટલું જ નહિ, પણ કર્મના સિદ્ધાન્ત સાથે આ ભાવિવાદ જોડવામાં આવે છે એ પણ યથાર્થ નથી. મૂળ કર્મને સિદ્ધાન્ત ઉપનિષદમાં જ્યાં પ્રતિપાદન થયો છે ત્યાં એ વડે પુરુષકારને મહિમા સિદ્ધ કરવાને જ આશય છે. “હદારણ્યકમાં ભાગ યાજ્ઞવક્યને પૂછે છેઃ “હે યાજ્ઞવક્ય! માણસ મરી જાય છે ત્યારે એની વાચા અગ્નિમાં, પ્રાણ વાયુમાં, ચક્ષ આદિત્યમાં, મન ચન્દ્રમાં, શોત્ર દિશાઓમાં, શરીર પૃથ્વીમાં, આત્મા આકાશમાં, રુંવાં ઓષધિમાં, વાળ વનસ્પતિમાં, લોહી-ધાતુ જળમાં લય પામે છે–ત્યારે આ પુરુષ કયાં રહે છે?” ત્યારે યાજ્ઞવલ્કયે આર્તભાગને કહ્યું
આપણે બે જ આ જાણશું; લેક આ ન જાણે.” પછી બે જણાએ બીજી પાસ જઈને વિચાર કર્યો, અને નિર્ણય કર્યો કે મુવા પછી મનુષ્ય એના કર્મમાં જ રહે છે. આમ કર્મની પ્રશંસા કરી; અને ઠરાવ્યું કે મનુષ્ય સારા કર્મથી સારે થાય છે, અને બેટાથી પેટે થાય છે. વળી એ જ ઉપનિષમાં આગળ જતાં પણ કહ્યું છે કે “મનુષ્ય જેવું કરે, જેવું આચરે
–તે તે થાય છે. સારું કર્યું એ સારે થાય છે, ખોટું કર્યું એ બે થાય છે; સારા કર્મથી સારે થાય છે, ખોટાથી ખેટે થાય છે. તેમ જ કહે છે કે “આ પુરુષ (મનુષ્ય), કામમય–કામ (ઈચ્છા) ને બનેલ છે. જેવી એની ઈચ્છા તે એનો સંકલ્પ (પ્રયત્ન), અને જેવો એને સંકલ્પ તેવું તેને કર્મ, અને જેવું કર્મ તેવી ગતિ.'” અર્થાત અત્રે કર્મવાદ મનુષ્યને સારા ખોટાને જવાબદાર કરવા માટે છે, એ જવાબદારી કાઢી નાંખી કપાળે આંગળી મૂકવા માટે નથી. ૨ જુ મારું “મહાભારતનું ઉપદેશ રહસ્ય–
(આપણે ધર્મ–૫. પ૧૩) 3 वसिष्ठः-सर्वमेवेह हि सदा संसारे रघुनन्दन ।
सम्यक प्रयत्नात् सर्वेण पौरुषात् समवाप्यते ॥ राम-प्राक्तनं वासनाजालं नियोजयति मां यथा।
मुने तथैव तिष्ठामि कृपणः किं करोम्यहम् ।। वसिष्ठः-अत एव हि हे राम श्रेयः प्राप्नोषि शाश्वतम् ।
स्वप्रयत्नोपनीतेन पौरुषेणैव नान्यथा । शुभाशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासनासरित् । पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ।।