________________
ભાવિ અને પુરુષાર્થ
પ૭૭
જ સમજે છે. પણ ગ્રેડયુએટ વર્ગનું આમ ગાર કરવામાં અમે તેઓની વર્તમાન સ્થિતિ વીસરીશું નહિ. બર્ક—બેકન કે કેમિસ્ટિ–અજીબ્રાના અધ્યયનથી બલ ટેનિસન વર્ડઝવર્થના ધાર્મિક ચિન્તનથી પણ, પૂર્વોક્ત કાર્ય કરવાને અધિકાર પાપ્ત થતું નથી, થવાને નથી. પશ્ચિમની પ્રબળ પ્રજાઓનું ધાર્મિક જીવન શેનાથી પોષાય છે એ વિચારશે તે જણાશે કે આપણી યુનિવર્સિટિમાં શિક્ષણ અપાય છે તેવું શિક્ષણ પશ્ચિમની પ્રજામાં વ્યાવહારિક જીવનમાં જ ઉપયોગમાં લેવાય છે—જો કે ત્યાં પણું વ્યવહારમાં જોઈતું નૈતિક અને ધાર્મિક બળ તે અન્યત્રથી જ આવે છે. ટેનિસન વર્ડઝવર્થ આદિનાં ધાર્મિક ચિન્તને પણ જેટલે અંશે એ પ્રજાની પ્રાચીન ધાર્મિક ભાવના ઉપર અધિક પ્રકાશ પાડે છે તેટલે જ અંશે એ ઉપયોગી થાય છે. અર્થાત, બાઈબલ ઉપરના ઉપદેશે, તથા જીસસ એ મનુષ્ય જાતિને ઉદ્ધારનાર સાક્ષાત પ્રભુ છે એવો નિશંક વિશ્વાસ—એ જ એ પ્રજાઓની નૈતિક અને ધાર્મિક બળ પૂરનાર શકિતઓ છે તે જ પ્રમાણે આપણુ ગ્રેડયુએટ પણ જ્યારે આપણું પ્રાચીન ગ્રન્થ લઈ, તે ઉપર અત્તરનાં તેજ અને ઉત્સાહથી ભય વ્યાખ્યાને આપશે, અને કૃણુક એ સાક્ષાત પરમાત્મા છે એમ એમનાં હદયો સાચી શ્રદ્ધા ધરશે–ત્યારે જ આપણું દેશને ધાર્મિક ઉદ્ધાર કરવાનું બળ એમનામાં આવશે.
[વસન્ત, ફાલ્ગન ૧૯૬૬ ]
ભાવિ અને પુરુષાર્થ એલ્ફિન્સ્ટોનિયન”—પત્રના ગયા અંકમાં, મિ. ઓવન નામે એક જૂના વારા–(ઇ. સ. ૧૮૫૭) ના એલફિન્સ્ટન કોલેજના પ્રોફેસર વિષે ડો. ભાંડારકરનાં સ્મરણ પ્રસિદ્ધ થયાં છે. એમાં એ પ્રોફેસરના ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને લગતાં ભાષણનું સ્મરણ કરતાં ડો. ભાંડારકર કહે છે– * કૃણુ પરમાત્મા છે એમ કહેવામાં, રામ કે શિવ, જગદંબા કે મહાવીર કેઈન નિષેધ અમને વિવક્ષિત નથીઃ “ણું” એ તે અમે માત્ર ઉદાહરણરૂપ નામ લીધું છે; તાત્પર્ય કહેવાનું એ છે કે જે નામ ઉપર તમારું હદય સાચા ભાવથી લાગે તે નામને તમારા જીવનને મન્ચ કરી જપ અને જપા. જે નામને અવલમ્બ કરશે તે સર્વ વ્યાપક હોઈ અન્ય સર્વ નામે પિતામાં સમાવી લેશે.
S૩.