________________
ધર્મ-શિક્ષણ
પ૭૫
આ જાતનું સમર્પણુ ઉત્પન્ન કરવા માટે તેઓના ગ્રન્થાત્માનું આપણને અહરહઃ પરિશીલન જોઈએ. એ પરિશીલન કરાવવા માટે ખાસ ધાર્મિક શાળાઓ જોઈએ. શાળાઓ તે કેવળ બાળકોને માટે જ નહિ પણ યુવાન અને વૃદ્ધ જનેને માટે પણ જોઈએ, કારણ કે પ્રભુના જ્ઞાનમાં સૌ બાળક જ છીએ. એના ઉપદેષ્ટા પુરુષો તે માસિક પગારની દૃષ્ટિવાળા શિક્ષકે કે ધન સત્તા આદિની એષણાઓથી ભરેલા અર્ધસંસ્કારી આચાર્યો નહિ; પણ સાદું જીવન ગાળતા, અને ઐતિદિન પિતાને ધાર્મિક અનુભવ વધારે ઉચ્ચ ગંભીર અને વિશાળ કરતા જતા–એવા પરોપકારી વિદ્વાન સજજને જોઈએ.
તમે વાજબી પ્રશ્ન કરી શકશે કે આપણું વર્તમાન અધોગતિની અવસ્થામાં આવા સાધુ પુરુ ક્યાંથી લાવવા? આને ઉત્તર હું એટલો જ આપીશ કે એ જ શાળાઓમાંથી એવા પુરુષો નીકળશે; વર્તમાનના વિદ્યાથીઓ એ જ ભવિષ્યના ખરા ગુરુઓ બનશે. અને મારા ઉત્તરમાં અન્યોન્યાશ્રય દોષ ભાસતે હોય તે તે સહી લેજો કારણ કે જગતને સઘળે વ્યવહાર અ ન્યાશ્રથી જ સિદ્ધ છે. એક વખત ગમે તે પદાર્થને ઓજાર બનાવી ખાણ ખોદે, પછી એ ખાણમાંથી લેતું નીકળશે તેની કેદાળી બનાવીશુ, અને એ કેદાળાથી વિશેષ ખાણ ખેદીશું. કોઈ પણ કાર્ય શરૂ કરતી વખતે, એ ઉત્તમ રીતે થાય તે જ શરૂ કરવું એવો આગ્રહ લઈને બેસીએ તે એક પણ સારું કામ થઈ શકે નહિ. જે સાધને મળી શકે તેને ઉપયોગ કરીને, પણ ઉચ્ચ ભાવના રાખીને શરૂઆત કરીએ તો આજનું સાધ્ય તે કાલનું સાધન બને, અને દિન પર દિન સાધન અને સાધ્ય ઉભયને ઉત્તરોત્તર સુધારે થતું જાય. માટે આપણું ધર્મને અને તે સાથે આપણુ દેશને ઉદય ઈચ્છનાર દરેક જનને અમારી નમ્ર વિનંતિ છે કે ધર્મ શિક્ષણ માટે–વૃથા ચર્ચામાં કાળ ન ગાળતાં–ોગ્ય ખાનગી શાળાઓ ( દિવસમાં માત્ર એક કલાક ઉપદેશ આપે તે બસ એવી શાળાઓ) સ્થાપે. અને એના નિભાવ માટે ઉદાર શ્રીમતોની તેમ જ આપણુ લાખની ઉપજવાળાં ધર્માદાસ્થાને—જેના દ્રવ્ય ઉપર આપણે જ હકક છે–તેની મદદ લો.
પણ એકલી શાળાએથી જ આપણું ધાર્મિક સ્થિતિ સુધરી જશે એમ આશા રાખશો નહિ. ગૃહ જેવી ધાર્મિક શિક્ષણની બીજી શાળા નથી. બાહ્ય શાળાઓમાં પુસ્તકદ્વારા જે શિક્ષણ મળે છે તે ગૃહમાં જીવનદ્વારા મળે છે; પુસ્તકે જે ખુલાસા નહિ કરી શક્યાં હોય તે ગૃહજીવન કરશે. પ્રભુ કરુણભય છતાં મનુષ્યને શિર દુઃખ કેમ નાંખતે હશે–ઇત્યાદિ શંકાઓનું સમાધાને જે ઉત્તમ તાર્કિકે નહિ કરી શક્યા હોય તે –બાળકને એસિડ
ભાર આપણા
(ા માટે કથા કરનારી