________________
સેન્ટ્રલહિંદુ કૉલેજમનારસ
""
ખરું છે. ધર્મ એ મનુષ્યનું “ નાક છે, એજ એની ઉત્તમાત્તમ શેાભા છે, પણ જરા વિશેષ વિચાર કરતાં જણાશે કે ધમ માટે આ અતિ અલ્પ કહેવું છે. એથી આગળ વધીને કહી શકાય કે ધર્મ એ મનુષ્યનું રુધિર છે, પ્રાણ છે, આત્મા છે. એનું આન્તરમાં આન્તર સ્વરૂપ અને તાત્ત્વિકમાં તાત્ત્વિક રહસ્ય તે ધર્મ છે. મનુષ્યનું મનુષ્યત્વ ધર્મથી અંકાય છે એમ કહીએ તો પણ અતિશયેાક્તિ નથી. “ દીવાને તેલ જેટલું આવશ્યક છે” તેટલી જ ધર્મભાવના મનુષ્યને આવશ્યક છે એ સત્ય છે. છતાં, અર્વાચીન સમયમાં હિન્દુસ્થાનની યુનિવર્સિટિ ધર્મહીન કેળવણી આપવાના યત્ન કરે છે. પરંતુ એ યત્ન મનુષ્ય-સ્વભાવની અને એ દ્વારા પરમાત્માની ચેાજનાની વિરુદ્ધ હેાઈ નિષ્ફળ થયા વિના રહેશે નહિ એ નિશ્ચિત છે. હાલમાં એક સંતાષની વાત એ થઈ છે કે આ ખામી તરફ મહાન વિચારકર્તાઓનું અને સરકારનું સવિશેષ લક્ષ ખેંચાયું છે, અને તે એટલે સુધી કે નાર્થ-વેસ્ટન પ્રેાવિન્સીઝ ( વાયવ્ય પ્રાંત ) માં આ ખામી સરકાર તરફથી સ્પષ્ટ રીતે કબૂલ કરવામાં આવી છે, અને એ પૂરી પાડવા માટે ખનતી સગવડ કરી આપવામાં આવશે એમ ઉદાર ક્લિથી સરકારે જણાવ્યાનું કહેવાય છે. આ રીતે એ સ્થળે ધાર્મિક કેળવણીને ઉત્તેજન મળશે એ નક્કી થઈ ચૂક્યું છે. પણ આ ઉપરાંત વિશેષ આનન્દનું કારણ આપણને એ મળ્યું છે કે આપણા ધમ માં સૌથી પવિત્ર મનાતા સ્થાનમાં—કાશીમાં “ સેન્ટ્રલ હિન્દુ કાલેજ " એ નામથી એક મ્હોટી કાલેજ સ્થાપવામાં આવનાર છે, જે હાલમાં અલ્હાઆદ યુનિવર્સિટિના અંગમાં પડશે, પણ જે જતે દિવસે, આખા હિન્દુસ્થાનમાં એની શાખાએ સ્થપાઈ, એક સ્વતન્ત્ર યુનિવર્સિટી થઈ જશે એમ ધરાય છે.
૫૪
આ કાલેજના ઉદ્દેશ એવા છે કે પ્રાચીન અધ્યયનપદ્ધતિને વર્તમાન કાળને અનુકૂલ સ્વરૂપમાં ઉપયેગમાં લઈ, તેને અ†ચીન શિક્ષણ સાથે જોડી, સર્વ જ્ઞાનના આધારભૂત ધાર્મિક જ્ઞાનને વિદ્યાર્થીઓના આત્મામાં સારી રીતે સીચવું—જેથી લૌકિક જ્ઞાન તાત્ત્વિકઉદ્દેશરહિત કે સ્વાર્થી કે મૂલ વિનાના વૃક્ષ જેવું શુષ્ક ન થઈ પડતાં, ધર્મજ્ઞાનરૂપી અમૃતરસથી સીંચાઈ એક ભવ્ય કલ્પતરુ સમાન થઈ રહે. આ કાલેજની સ્થાપના માટે હિંદુસ્થાને પરાપકારી અને ઉત્સાહી માઈ એની બેસન્ટને આભાર માનવાના છે અને એનું રવરૂપ ત્રણે ભાગે એ ખાઈને હાથે જ ઘડાશે, એટલે આ કાલેજ પણ પ્રાચીન અને અર્વાચીન પાશ્ચાત્ય અને અત્રત્ય કેટલાક ઉત્તમ ગુણીના સમુદાય