________________
૫૬૦
ઉદ્દેશ, નામ તથા સૂત્ર ઇલિઝાબેથ અને વિટારિયાના સમયે સૌથી પ્રતાપી થઈ ગયા એમાં પણ તે તે સમયના આરંભમાં થએલું સાહિત્ય જ કારણ છે. માટે આપણું ધામિક સાંસારિક રાજકીય આદિ સર્વ પ્રવૃત્તિઓને જ્ઞાન, બળ અને ગતિ આપનારું વિશાળ સાહિત્ય ઉત્પન્ન કરવાની જરૂર છે.
આ સાહિત્ય અંગ્રેજીમાં લખાય એ ઠીક છે, પણ એ કરતાં પણ અધિક જરૂર ચાલુ દેશી ભાષામાં લખવાની છે. અંગ્રેજી શિક્ષણ ગમે એટલું વધારશે, પણ છેવટે એક એવો હે પ્રજાવર્ગ રહેશે કે જેને એ પહોંચી શકવાનું નથી જ. એ વર્ગ ઉપર દેશહિતને મુખ્ય આધાર હોવાથી, એની કૂપમંડૂકતા દૂર કરવી–એની જ્ઞાનમયદા વિસ્તારવી–એ આપણી વિદ્વાન વર્ગનું મુખ્ય કર્તવ્ય છે. એ કર્તવ્ય જાતે યથાશક્તિ કરવું, અને અન્યને કરવા તરફ પ્રેરવા એ આ પત્રને ઉદ્દેશ છે.
આ બે ઉદ્દેશે સિદ્ધ કરવા માટે વિદ્વાન લેખ જોઈએ. એવા લેખકે મળવા વા નવીન ઉત્પન્ન થવા અશક્ય છે? પચાસ વર્ષથી આપણું ઇલાકામાં યુનિહસિટિ સ્થપાઈ છે, અને પ્રત્યેક વર્ષે સંખ્યાબંધ ગ્રેડયુએટ તૈયાર થાય છે. એઓ પોતાના અજ્ઞાન બધુઓને કાંઈક પણ નવીન જાણવા જેવું કરી શકે એમ નથી ? તેઓ પોતે માંહ્યોમાંહ્ય ગુજરાતી દ્વારા પિતાના વિચાર સરખાવે, તો એમનું પિતાનું જ્ઞાન પણ વધારે ચેકસ સ્પષ્ટ તેજસ્વી અને અન્તરમાં સુપ્રતિષ્ઠિત અને અનુસ્મૃત ન થાય ? આપણે “યુનિસિટિમાં વર્નાક્યુલર દાખલ કરે” એમ ઉચ્ચ અવાજે માગણી કરીએ છીએ, પણ એ વિષયમાં આપણું પિતાનું જ કર્તવ્ય આપણે પિતે કેટલું થોડું કરીએ છીએ ! હોટા પ્રત્યે લખવા જેટલી સર્વની શક્તિ ન હોય, શક્તિ હોય તે કુરસદ ન હોય, પણ એક ગુજરાતી માસિક વાંચવાની, એમાં લખવાની, એને સુધારવાની, અને એને સર્વ રીતે સારી સ્થિતિમાં મૂકવાની પણ ક્યા ન કરીએ? બંગાળી ભાષાનું સાહિત્ય કેવું વિશાળ છે એ સર્વના જાણવામાં છે. તામિલ ભાષામાં તો જૂના વખતથી જ મહેતાટું સાહિત્ય છે. અને મરાઠી માસિકના એક તત્રી અમને જણાવે છે કે લગભગ સો ગ્રેડયુએટેએ એમના પત્રમાં લખવાનું કબૂલ કર્યું છે. ત્યારે શું ગુજરાત જ સ્વકર્તવ્ય કરવામાં પાછળ રહેશે ? “નહિ રહે” એમ ઉત્તર દેવો અમારા હાથમાં નથી એ ઉત્તર ગુજરાતે જ દેવો જોઈએ, અને તે માત્ર મુખ થકી નહિ, પણ કૃતિદ્વારા દેવો જોઈએ. અમે તે માત્ર એટલું જ કહીએ છીએ કે આપણું સર્વોત્તમ અગ્રણે મિ. જસ્ટિસ રાનડે–જેમના વચનને આપણે શાસ્ત્ર જેટલું માન
જ તે ફુરસદ ન હોય
માસિક વાંચવાની. આ
અને એને