________________
“હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઇસ્લામને ફાળે”
પ૩૯
ઊંડા ઉતરે તેમ તેમાંથી નવા અને સુન્દર અર્થે મેળવો. ગીતા જનસમાજના સારૂ હોઈ તેમાં એક જ વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દનો અર્થ યુગે યુગે બદલાશે તે વિસ્તાર પામશે.
ગીતાને મૂળ મન્ન કદી નહિ બદલાય. એ ભત્રને જે રીતે શોધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.”
પ્રસ્તાવનાનું અમે વિસ્તારથી અવલોકન કર્યું. આ લઘુ પુસ્તકમાં ગીતાના પ્રત્યેક અધ્યાયનું અધ્યાયને આરંભે સ્વરૂપ આલેખ્યું છે. અને લોકના અર્થ આપી જ્યાં જ્યાં ગ્ય લાગ્યું ત્યાં ટૂંકી પણ અર્થગંભીર નોંધ કરી છે. એ વાચકને સ્વયં વાંચી એનું મનન કરવા વિનંતિ છે.
[વસન્ત, ફાલ્ગન, સંવત ૧૯૮૬]
“હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામને ફાળે”
રા. ર. ભાઈ ન્હાનાલાલ ચ. મહેતા, આઈ. સી. એસ. સંયુક્ત પ્રાન્તમાં કલેકટર છે, અને ત્યાં એક કુશળ અમલદાર તરીકે જાણીતા છે. એઓ અમલદારી ઉપરાંત લોકહિતના પ્રશ્નોમાં, તેમ જ દેશની સંસ્કૃતિમાં બહુ રસ લે છે અને એ રસના આવિષ્કારમાં એમણે હિન્દુસ્થાનની ચિત્રકળા ઉપર એક વિસ્તૃત અને સુન્દર . આકરગ્રન્થ લખ્યો છે. હાલમાં " Contribution of Islam to Indian Culture” 412 "Rren
સ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામને ફાળે” એ મથાળા નીચે એમણે સંયુક્ત પ્રાન્તના પ્રતિષ્ઠિત “લીડર” પત્રમાં એક લેખ લખ્યો છે, અને કેટલાક મુસલ્માનભાઇઓના આગ્રહથી એમણે છૂટો છપાવ્યું છે. લેખ વાંચવા જે છે.
હિન્દુ-મુસલમાનના ખાટા થઈ ગએલા સંબધમાં મીઠાશ ભરવાને રા. નાનાલાલને ઉદ્દેશ હોય એમ લાગે છે, અને એ ઉદ્દેશની દૃષ્ટિએ રા. હાનાલાલે સારી સેવા કરી છે. જે પ્રાન્તમાં મુસલમાનની વસ્તી છેડી છે, અથવા તે જ્યાં વસ્તી સારી હોવા છતાં બે કેમો વચ્ચે વિરોધ થયો નથી–જેમકે આપણું ભાગ્યશાળી ગૂજરાતમાં–તેઓને આ જાતની સેવાનું ગૌરવ પૂર્ણ રૂપે સમઝાશે નહિ. પણ સંયુક્ત પ્રાન્ત પંજાબ વગેરે પ્રદેશ કે જ્યાં મેહરમ, બકરી ઈદ, રામલીલા વગેરે દિનેમાં દૈનિક વર્તમાનપત્રમાં