________________
૫૩૨
અનાસક્તિયોગ
છે, અને ભક્તિને સાર્થ, અને કર્મ અને જ્ઞાનને સમુચ્ચય એનું સાધન એમ માને છે. લોકમાન્ય કર્મચાગને જ ગીતાના ઉપદેશનું કેન્દ્ર ગણે છે. અને સામાન્ય રીતે આ કર્મયોગપ્રધાન યુગમાં સહુ કોઈ ગીતાનું તાત્પર્ય કર્મ
ગમાં જ રહેલું જુવે છે. આ સ્થિતિમાં મહાત્મા શ્રી ગાંધીજી તરફથી સંક્ષિપ્ત ઉપોદઘાત, પ્રત્યેક અધ્યાયનું તાત્પર્ય, અને સ્થળે સ્થળે આવશ્યક નેંધ એટલાં અંગથી સમન્વિત આ લઘુ પુસ્તક બહાર પડ્યું છે એને ગૂજરાતી વાચક પ્રેમ અને આદરથી વધાવી લેશે.
ગાંધીજી વિનયપૂર્વક “મારું સંસ્કૃત જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરાય સાક્ષરી નહિ” એમ આ અનુવાદ માટે પોતાની અયોગ્યતા દર્શાવે છે. પરંતુ જેમણે ગુજરાતી ભાષામાં એક નવીન શૈલી ઉત્પન્ન કરી છે એમનું ગુજરાતી જ્ઞાન “સાક્ષરી” નહિ એ વાત સ્વીકારીએ તે “સાક્ષરી"ને અર્થ કાંઈક જુદો જ કરવો પડે. પણ આ અનુવાદ કરવા માટે ગાંધીજીનો મુખ્ય અધિકાર પોતે કહે છે તેમ “આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નને દાવો છે.” આ અધિકાર અમે માનથી સ્વીકારીએ છીએ કારણ કે અમે ઉપર કહ્યું તેમ ગીતાનું ખરું તાત્પર્ય કેવળ અનુભવગોચર છે.
ગાંધીજી ગીતાને પ્રસંગ મહાભારતનું ભૌતિક યુદ્ધ માનતા નથી. એમને મતે એમાં “પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા ઠન્દ્ર યુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવાને સારૂ ઘડેલી કલ્પના છે. તદનુસાર ગીતાના પ્રથમ શ્લોકના અર્થને અને પિતે નોંધ કરે છે કે “ આ શરીર રૂપી ક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે; કેમકે એ મેક્ષનું દ્વાર થઈ શકે છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું એ ભાજન થઈ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે. કૌરવ એટલે આસુરી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કેણ નથી અનુભવતું?”
આના સમર્થનમાં ગાંધીજી એક દિગદર્શન એ કરાવે છે કે “મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી, તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાત્તાપ કરાવ્યો છે, ને દુઃખ સિવાય બીજું કંઈ રહેવા નથી દીધું.” મહાભારતના નિર્વહણ (Denouement) સધિનું આ સ્વરૂપ ગાંધીજીએ યથાર્થ પકડી લીધું છે.