________________
૫૩૦
ભગવદ્ગીતા–વિવરણ
moon, that is the moon-shaped cavity in the brain, where Udana Prana which controls the incoming and outgoing impulses is located. Having reached that he returns to his former self.
- શુકલ યાને ઉત્તરાયણ તે Nervious system cerebrospinal ભાગ અને કૃષ્ણ યાને દક્ષિણાયન તે autonomic nervous systemઃ તેમને પહેલો ભાગ પ્રયત્નજન્ય હોઈ નિયમાય છે, બીજો સ્વાભાવિક હેઈ નિયમનની બહાર છે. આ અર્થ પણ બહદારણ્યક વગેરેથી ગીતામાં ઊતરી આવેલા પ્રાચીન સંપ્રદાયને અનુસરતો નથી.
વળી “મર્ષિયઃ પૂર્વે ચરવાજે મનવરાથ– એને અર્થ પણ બહુ ચાતુરી ભર્યો છે. 3. રેજોએ કરેલ એમના વિવરણ પ્રમાણે આને અર્થ સાત ઋષિ, ચાર પૂર્વના, અને ચૌદ મનુ મળી પચીસ એ સાંખ્યનાં પચીસ તત્ત. “ચાર પૂર્વનાં” તે જન્મતાં પહેલાં પણ રહેલાં એવાં નિત્ય ત છે; તેમાંનાં બે “ક્ષેત્રજ્ઞ” અને “પરા પ્રકૃતિ, તે આધ્યાત્મિક, અને બીજા બે વાયુ અને આકાશ તે આધિભૌતિક, એમને ગતિ આપનાર બ્રહ્માંડશક્તિ બ્રા. બ્રહ્મની પ્રેરણાથી જીવમાં પ્રાણ પ્રકટ થાય છે. એ પ્રાણ અહંકાર બુદ્ધિ અને મન એ ત્રણને ઉત્પન્ન કરે છે.
સાત ઋષિ” તે બે આંખ, બે કાન, બે નસકોરાં અને સાતમું હે– એને પણ પ્રાણ વર્તાવે છે. પૂર્વોક્ત “ચારપૂર્વ” પૈકી વાયુ અને આકાશ તે પૃથ્વી જળ અને તેજ ઉત્પન્ન કરે છે. અહંકાર બુદ્ધિ અને મન, પૃથ્વી, જળ અને તેજ—એ છને પ્રેરક જીવ છે. “ચૌદ મનુ” તે જીવનું કર્મ, પ્રાણ, અહંકાર, બુદ્ધિ અને મન, પૃથ્વી, જળ અને તેજ, પાંચ કર્મેન્દ્રિય અને ત્વગિન્દ્રિય.
વાચકે જોયું હશે કે ડે. રેલ્વેના અર્થનું લાક્ષણિક સ્વરૂપ એ છે કે ગીતાનાં ઘણાં પ્રતિપાદન એમણે બ્રહ્માંડને બદલે પિંડને લાગુ પાડ્યાં છે. એમણે એમના દાક્તરી જ્ઞાનને ઉપયોગ કર્યો છે, અને આ અંશમાં ગીતાના અત્યાર સુધી થએલાં વિવરણમાં એની અપૂર્વતા છે. ગ્રંથકર્તાએ વસ્તુમાં ઊંડા ઊતરીને સમઝવાને યત્ન કર્યો છે, અને ગીતાના દરેક અભ્યાસીને એ વાંચવા અમારી ભલામણ છે. એમના દાક્તરી અર્થમાં જેઓ નહિ સંમત થાય તેમને પણ એમના તત્ત્વજ્ઞાનમાં ઘણું વિચારવાનું મળશે.
વિસન, પેણ, સંવત ૧૯૮૪]