________________
કટર
જડ અને ચિત” knowledge that there was that influence in the world around them. He admired the healthy, breezy atmosphere of free thought in Professor Henslow's lecture. Let no one, he urged, be afraid of true freedom. They could be free in their thought, in their criticisms, and with freedom of thought they were bound to come to the conclusion that, science was not antagonistic to religion, but a help of religion. (cheers.)"
Lord Kelvin, reported in the London " Times."
તાત્પર્ય ચેતન્યને કેઈ અષ્ટા છે કે કેમ એ વિષે સાયન્સ હા કે ના કાંઈ જ કહેતું નથી, એમ માનવું ભૂલભરેલું છે. સાયન્સ સ્પષ્ટ રીતે અષ્ટાના અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. આપણુ પિતાની અંદર કેવી ચમત્કારક સર્ગશક્તિ રહેલી છે એનું સાયન્સ આપણને ભાન કરાવે છે. આપણું જીવન-આપણે વ્યવહાર–આપણું અસ્તિત્વ જડમાં નથી પણ ચેતનમાં છે– જે ચેતન નવીન સત્ ઊપજાવે છે અને વિશ્વતન્ત્રને બુદ્ધિપૂર્વક ચલાવે છેઃ આ સિદ્ધાઃ સ્વીકારવાની સાયન્સ આપણને ફરજ પાડે છે. આપણી આસપાસ આવેલા જડ અને ચેતન જગતના ભૌતિક બન્ધારણનો અને એની ગતિનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે આ સિદ્ધાન્ત સ્વીકાર્યા શિવાય છૂટ નથી. વર્તમાન જીવનશાસ્ત્ર (Bioloists) ફરી કબૂલ કરતા થયા છે કે જડ ઉપરાન્ત કાંઈક છે, અને તે જીવતત્વ (vital principle). સાયન્સ આપણું આગળ કાંઈક અજ્ઞાત પદાર્થ મૂકે છે. એ પદાર્થને વિચાર કરવા જતાં આપણે કબૂલ કરવું પડે છે કે એ શું છે તે આપણે જાણતા નથી. આપણે પરમાત્માને માત્ર એની સૃષ્ટિમાં જ જાણીએ છીએ પણ સાથે સાયન્સ આપણી પાસે એટલું કબૂલ કરાવે છે કે આ વિશ્વમાં સર્વ પ્રકારની જડ શતિઓ ઉપરાન્ત કોઈ એક નિયામક ચેતનશક્તિ તે છે જ, અને એને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક માનવાની જરૂર છે. જડ પરમાણુઓ યદચ્છાવશાત એટલે કે આકસ્મિક રીતે એકઠા થઈ જડ, જડ પરમાણુને પાસે, વનસ્પતિની ડાળી, ઝીણું જતુ કે જીવતું પ્રાણી ઉત્પન્ન કરી શકે–એમ માનવું એ કેવું યુકિતહીન ! કેટલાક ધારે છે કે લાખ વર્ષ
જતાં જડમાંથી ચેતન એની મેળે ઉત્પન્ન થઈ શકે, પણ લાખોનાં લાખાનાં લાખે વર્ષ જાય તે પણ શું થયું? અન્ય (ચેતન) શક્તિની મદદ વિના આ સુન્દર વિશ્વ એ કદી પણ ઉત્પન્ન કરી શકે નહિ.