________________
૪૮૮
“ જડ અને ચિત” જગતની સાથે વ્યવહારમાં ઊતરે છે, અને એ રીતે જગતના નિયમનું અને વ્યવસ્થાનું તત્ત્વ પૂરું પડે છે–અર્થાત એ વડે જગત અમુક ઉદ્દેશ તરફ દેરાય છે; જડની બુદ્ધિભરી રચનામાં ચિત દેહ ધારણ કરે છે. ઉપર કહી તેવી પર્વતની પગથીમાં પણ ઉદ્દેશ તરફ રવાને ચૈતન્યને ધર્મ છે; એ પગથી પોતે જે કે જડ છે, તથાપિ એમાં ચિતશક્તિ પ્રત્યક્ષ દેહવતી થાય છે.
૫ હવે આ વિશ્વમાં આપણું સ્થાન વિચારે એ ખરેખર વિચારવા જેવું છે. આપણે આ ભૂમંડળને એક ભાગ છીએ; એક તરફથી જોતાં, આ જડ જગતનો ભાગ છીએ એમ કહીએ તો પણ ચાલે–જે ભાગને પોતાને પિતાનું જ્ઞાન મેળવવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. પ્રથમ તે, આપણે જડમાંથી વિકસીને એક જીવંત ભાગ થયા; જડ અવસ્થા કરતાં આ જીવંત અવસ્થામાં થોડી અધિકતા નથી—એમાં ઘણી નવી શક્તિઓ દાખલ થાય છે, પણ હજી એમાં જવાબદારીને ધર્મ આવતું નથી. જડ જેમ પાછળથી હડસેલાય છે તેમ જીવન્ત વસ્તુ હડસેલાતી નથી; પણ એમાં અમુક હાજતે પૂરી પાડવા તરફ સ્વાભાવિક રીતે ખેંચાણ થાય છે જેમ લોહચુમ્બક લેહને ખેંચે છે, તેમ જે બાહ્ય વિષય ઉપર એની સ્વાભાવિક ઈચ્છા ટેલી હોય છે તે તરફ ખેંચાય છે. પણ હવે તે આપણે એ દશા કરતાં પણ એક પગલું આગળ પહોંચ્યા છીએ; આપણને પિતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને આગળ પાછળ જોઈ શકીએ છીએ, ભૂતકાળમાંથી શીખામણ લઈ શકીએ છીએ અને ભવિષ્યકાળમાં ધારેલા ઉદ્દેશ તરફ જવા યત્ન કરી શકીએ છીએ; આપણને સારું ખાટું સમજવાનું જ્ઞાન મળ્યું છે, અને સારું પસન્દ કરવાની અને ખાટું ત્યજવાની શક્તિ આવી છે–અને તેથી આપણાં કો માટે આપણે માથે જવાબદારીને બે પડ્યો છે. હજી પણ જે વિષય ઉપર આપણું મન સૌથી વધારે ચેટિયું હોય છે તે વિષય તરફ આપણે દેરાઈએ છીએ, પણ આપણુમાં એવું કશુંક આવ્યું છે કે જેને લીધે એ વિષય આપણને દોરતે આપણે જાણી શકીએ છીએ અને જેનાથી એ વિષયનું આપણું મન ઉપરનું બળ નિયમાય છે. જેમ પશુઓ વિષય પ્રતિ ખેંચાય છે તેમ આપણે પણ ખેંચાઈ શકીએ, અને ઘણીવાર ખેંચાઈએ છીએ પણ ખરા; પણ તે સાથે આપણે આપણી ઈચ્છાને પણ અનુવર્તી શકીએ, અર્થાત અમક વિષયને તાબે ન થતાં બીજી તરફ જવા ધારીએ તે જઈ શકીએ.
આ સર્વ શી રીતે આવ્યું એ માનસધર્મોત્પત્તિવિચારના શાસ્ત્ર (genetic psychology) વિચારવા લાયક બાબત છે. પણ સાદી