________________
KU
બા
૧
४४१
જડ અને ચિત” ભવ શિવાય–શું સંગીતને કઈ અલૌકિક અર્થ જ નથી? ખરી વાત છે કે એગ્ય વારિત્ર વિના અને યોગ્ય કર્ણન્દ્રિય વિના આપણે સંગીત વિષે કાંઈ જ જાણીએ નહિ, પણ એથી એમ મનાય નહિ કે તે વિના સંગીતનું અન્દર રહેલું તત્વ હયાતી ભોગવતું નથી કે અર્થહીન છે. શું આ વિશ્વમાં એવા અગણિત પદાર્થો ન હોય કે જેનો આવિર્ભાવ કરવાને જડ–આપણે જેને જડ કહીએ છીએ તે–અશક્તિમાન હોય? શું દરેક અલૌકિક પ્રજ્ઞાવાન પુરુષની આ ફરિયાદ નથી કે એના વિચારે જડ આકારમાં પૂરેપૂરા મૂર્તિમઃ કરી શકાતા નથી ?
જેઓ એમ માને છે કે જે કાંઈ છે તે આ પૃથ્વી ઉપર થતા આવિર્ભાવમાં જ સમાએલું છે તેઓને પિતાનું તત્ત્વજ્ઞાન છે, અને એ તત્વજ્ઞાન તેઓ ભલે સ્વીકારે; પણ જે તેઓ બીજાને એવા અદ્વૈતવાદને ઉપદેશ કરે કે—હાલ જડ પદાર્થની જે શક્તિ જોવામાં આવી છે એટલું જ સત્ય છે અને એ સિવાય બીજું કાંઈ નથી; સાંકડા અર્થમાં જે પ્રકૃતિ દેખાય છે તે જ ઈશ્વર છે અને તે ઉપરાંત ઈશ્વર એ બીજે કઈ પદાર્થ છે જ નહિ, ચિત અને જેને તેઓ જડ કહે છે તે બે પરસ્પર એવાં ગુંથાએલાં છે કે ચિત તે જડની પાર હોઈ શકે જ નહિ; મગજની ખેપરી વિના જ્ઞાન વિવેક ભાવ પ્રેમ રસ આદિ જે ઉચ્ચ ગુણો તરફ મનુષ્ય ફાંફાં મારતું જાય છે તે રહી શકે જ નહિ; આત્મા એ અમુક જીવન્તપરિમંડલ (cells)માં થતી ગતિઓને સરવાળે, તે સિવાય બીજું કાંઈ જ નહિ; અને પ્રકૃતિને વિકાસક્રમ એનું નામ જ ઈશ્વરઃ ઈશ્વર એટલે “સઘળી પ્રકૃતિ શકિતઓને અનન્સ સરવાળો, પરમાણુશક્તિઓને અને આકાશતત્ત્વના સ્કરણનો સરવાળો.” જો તેઓને અદ્વૈતવાદને ઉપદેશ આવો જ હોય, તે એવા તત્વજ્ઞાનીઓએ અણઘડ લોકોને શ્રોતૃસમાજ મેળવીને સંતોષ માનવો; અને જો તેઓ સાયન્સના વિદ્વાન તરીકે એ પ્રતિપાદન કરવા ઈચ્છતા હોય તે તેઓએ જાણવું કે એમની સામે બીજા સાયન્સના વિદ્વાને છે જ–જેઓ વિશ્વનું તેમના કરતાં વધારે વિશાળ અવલોકન કરવા સમર્થ છે.
૪ જડ પદાર્થમાં સતતગતિરૂપી બળ છે, અને એ શક્તિ વડે એની ગતિ થયાં કરે છે–પણ જડમાં કે જડના બળમાં સ્વતન્ત્ર નિયામક શક્તિ નથી. જડમાં જે બળ રહ્યું છે તેમાં એવી નિયામક શક્તિ રહી નથી કે અમુક દિશાએ જ એને દરવું અને બીજી દિશાએ નહિ. નિષ્ટ–નિર્જીવ જડ પદાર્થ પાછળથી લાગતા ધશ્કેલાથી જ હડસેલાય છે, ભવિષ્યને વિચાર