________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
ઢેડ ચમાર અને ભંગી જુ, અને કહે કે એમની આકૃતિમાં ઉપર વર્ણવી તેવી અનાર્યતા દેખાય છે? એઓમાં પરમાર, ચોહાણ, સોલંકી વગેરે ક્ષત્રિયકુળનાં નામ છે અને એ એ એ કુળમાંથી પતિત થયા છે એવી એમની સાંપ્રદાયિક કથા છે. વળી, પ્રાચીન ગ્રન્થમાં ચંડાલ” કે “ચાંડાલ” શબ્દના સહગામી શબ્દ “શ્વપચ” કે “શ્વપાક”, “પૌકસ' કે “પુક્કસ' જોવામાં આવે છે અને તે સ્પષ્ટ રીતે અનાર્ય છે. યજુવૈદમાં પુરુષમેધમાં પૌલ્કસના બલિદાનને વિધિ છે એથી પણ એની અનાર્યતા સિદ્ધ છે. - આપણા પૂર્વજોએ અનાર્યને પણ આર્ય કરી લીધા, અને આપણે આર્યને પણ અસ્પૃશ્ય કહી બહાર કાઢીશું ? ક્ષણવાર ભાને કે હાલની અસ્પૃશ્ય જાતિ એ પ્રાચીન ચાંડાલો અને શ્વપની જ સંતતિ છે, તથાપિ પૂર્વની સ્થિતિથી ઊતરી પડેલા બ્રાહ્મણોને તમે પૂર્વવત બ્રાહ્મણ માને છે, તે પૂર્વની સ્થિતિમાંથી સુધરેલી અસ્પૃશ્ય જાતિને 'તમે સ્પૃશ્ય નહિ માને? કેટલો અન્યાય ? ધંધાની અને આચારની મલિનતાના કારણથી એમને સ્પર્શ કર ઠીક ન લાગે એ સમઝાય એવું છે, પણ તેઓ ખ્રિસ્તી થઈ સ્વચ્છ રહેતાં શીખે છે ત્યારે આપણે એમને અડીએ છીએ અને તે ગ્ય છે, તે જ રીતે હિન્દુ રહીને તેઓ સ્વચ્છતા પાળે તે શા માટે એ અસ્પૃશ્ય રહેવા જોઈએ? પણ આ વિષયમાં હિન્દુ જનસમાજનો મત એકાએક બદલાઈ જવો સંભવિત નથી. પૃથ્વીના સઘળા લેમાં મૂળ સાચા બ્રાહ્મણ જેટલી સ્વચ્છતાથી રહેનાર કેઈ લોક નથી,
એટલે બ્રાહ્મણોના નેતાપણું નીચે ઊછરે હિન્દુ જનસમાજ મલિનતા પ્રત્યે અસાધારણું જુગુપ્સા ધરાવે એ સ્વાભાવિક છે. પરંતુ અત્યારે બ્રાહ્મણોમાં પણ મૂળની સ્વચ્છતા રહી નથી એ જોતાં હવે એ રૂઢિ હસવા જેવી થઈ પડી છે. તેમ, અસ્પૃશ્ય વર્ગ પણ પિતાની મલિનતા ત્યજી બાકીના જનસમાજના દુરાગ્રહને સંપૂર્ણ રીતે બે પાડવાની જરૂર છે.
છેવટે એટલું જ કહેવાનું કે આપણા ભાઈઓએ શાસ્ત્રોનાં વાકાને જડતાથી વળગી ન રહેતાં એના મૂળમાં રહેલા ઇતિહાસ ઉપર ધ્યાન દેવું જોઈએ અને એના પ્રકાશથી શાસ્ત્રનું મર્મ સમઝવા યત્ન કરવો જોઈએ. મિ. વેલ્સની સાથે મળીને “Upon the matter of the teaching of કરવાહાટોડવા ૪િ જૌહવારોડપૌરયા (બુહદારણ્યક ઉપનિષદ).