________________
શાસ્ત્રદષ્ટિએ “ હરિજના ”ના પ્રશ્ન
૪૫૯
કારુષ, આવર્તક, ટધાનક, પુષ્પશેખર, સજ્જલ, અમ્મા, શિલીન્દ્ર, ધિગ્વણુ, પારશવ, છત્રપ, દાલ, ઉલૂક, વત્સર, આભીર, મૌષ્ટિક, માહિષ્મ, મંગુર, મડ્સ, મૌષ્કિલ, કુકકુટક; ખસ, પુસ, ચુગ્ન, મત્તુ ઇત્યાદિ અસંખ્ય જાતિઓનાં નામ અને વર્ણસંકરપ્રકાર મનુ યાજ્ઞવલ્કયાદિ સ્મૃતિ તથા મિતાક્ષરા ઉપરની ખાલ ભટ્ટી ટીકામાં જોઈ લેવાં.
'
ઇતિહાસના દીપ વિના એકલાં શાસ્ત્રનાં વચન વાંચવાથી સત્ય જડે એમ નથી એ બતાવવા માટે આટલા વિસ્તાર કર્યાં. હવે એક તત્કાલ ઉપયેાગી મુદ્દાની વાત ઉપર આવીએ. ઉપર ‘અન્ત્યજ' જાતિમાં ‘ચ’ડાલ' અને શ્વપચ' ગણાવ્યા છે તેમાં “ક્ષત્તુતિસ્તચોપ્રાયાં ચપાજ કૃત્તિ ીતિતઃ—‘ક્ષત્તા’ પિતાથી ગ્રા' માતામાં ઉત્પન્ન થએલા તે શ્વપાક,’ એમ શ્વપાક' વા પચ’નું વર્ણન છે. આમાં ક્ષત્તા' અને ‘ઉગ્ર' શબ્દ છે એના અર્થઃ શૂદ્ર પિતા અને ક્ષત્રિય માતાથી ઉત્પન્ન થએલ તે ‘ક્ષત્તા,’ અને શુદ્ધ માતા અને ક્ષત્રિય પિતાથી ઉત્પન્ન થએલ તે ‘ઉ' એ પ્રમાણે છે. એટલે હવે શ્વપાક તે ક્રાણુ એ સમઝાયું. શૂદ્ર પિતા અને ક્ષત્રિય માતાથી ઉત્પન્ન થએલા પુરુષ શૂદ્ર માતા અને ક્ષત્રિય પિતાથી ઉત્પન્ન થએલી કન્યા સાથે પરણે અને સન્તાન ઊપજાવે તે એ સન્તાન 'શ્વપાક' કે ૠપચ' કહેવાય. હવે પચ' શબ્દના અવયવાર્થ વિચારાઃ કૂતરાં રાંધીને ખાનાર તે વ્હપચ.' હવે કહે કે ક્ષત્રિય અને શૂદ્રના વિવાહથી એ પેઢીમાં એવી અધમતા આવી જતી હશે કે એને પરિણામે માણસ કૂતરાંનું માંસ ખાવા લાગી જાય, અને અસ્પૃશ્ય અને તેા પછી ખુલ્લું છે કે શ્રુપચ’ નામની મૂળ અસ્પૃશ્ય જાતિ છે તે કૂતરાં ખાનાર કાક અનાર્ય જાતિ છે. ખીજો શબ્દ ચંડાલ’ વા· ચાંડાલ': અને એનું વર્ણન ‘ચંડાલ’ એટલે શુદ્ર પિતાથી બ્રાહ્મણી માતામાં ઉત્પન્ન થએલ તે ચંડાલ’ના ગુણ ભાગવતમાં નીચે પ્રમાણે વર્ણવ્યા છેઃ—
'
C
ૐ આ ટીકાનું વળજ્ઞાતિવિવેક ' નામનું પ્રકરણ પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન ભારતની જાતિએ સંમન્લી શેાધ કરવામાં બહુ ઉપયેાગી થાય એવું છે. જેને સમય હેાય તે પ્રથમ એનું અંગ્રેજીમાં ભાષાન્તર કરી પછી સેન્સસ રિપોર્ટની મદદથી તથા જાતે હિન્દુસ્થાનમાં કરીને એ સંબન્ધી શેાધ કરવા બેસી જશે તે। હેલાઇથી કાઈ પણ યુનિઋર્સિટિની ડાક્ટરની ડિગ્રી મેળવી શકશે.
* आयोगवश्च क्षत्ता च चण्डालश्चाधमो नृणाम् । प्रातिलोम्येन जायन्ते शूद्रादपसदास्त्रयः ॥ मनु०