________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
ક્યા
દેખીએ છીએ. આવી સ્થિતિમાં, હિન્દુધર્મશાસ્ત્રનાં વચનામાં જે ભિન્નતા દષ્ટિગોચર થાય છે એ એ શાસ્ત્રને એક ઉન્મત્તના પ્રલાપરૂપ ન ઠરાવતાં, હિન્દુધર્મને એક અદ્ભુત ભવ્યતા અર્પે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોનાં વચનની વિભિન્નતામાં દેશ, કાળ, પ્રસંગ, અધિકાર અને ઉપદેષ્ટાના સામર્થ્ય ઉપરાંત પણ એક કારણ છે અને તે તે તે શાસ્ત્રની વિશેષ દષ્ટિ અર્થાત જે શાસ્ત્રને અંગે એ વચન ઉચ્ચારવામાં આવે છે તે શાસ્ત્રને અંગે જ એનું પ્રામાણ્ય સમઝવાનું હોય છે, એટલે કે છેવટના નિર્ણયમાં તે તે શાસ્ત્રનું બલબલ તપાસવાનું રહે છે. જેમકે, અર્થશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર બળવાન અને ધર્મશાસ્ત્ર કરતાં મેક્ષ (અધ્યાત્મ)શાસ્ત્ર બળવાન–જે બલાબલને સિદ્ધાન્ત સ્પષ્ટ શબ્દોમાં આપણું શાસ્ત્રકારોએ સ્વીકાર્યો છે.*
અત્રે એક વાત વળી વિશેષ જાણવા જેવી છે. ધર્મ' શબ્દ આપણે ગુજરાતીમાં જે અર્થમાં વાપરીએ છીએ તેના કરતાં સંસ્કૃતમાં એ શબ્દને અર્થ એક રીતે વિશાળ, અને બીજી રીતે સંકુચિત છે—જેથી ધર્મશાસ્ત્રનું પ્રામાણ્ય અને ગૌરવ આંકવામાં ઘણીવાર ભૂલ થાય છે. હિન્દુસ્થાનના ધાર્મિક જીવનના ઈતિહાસમાં એક એવો સમય આવ્યો કે જે વારે ધાર્મિક જીવનની બે ભાવના સ્પષ્ટ જુદી પડી ગઈ એક ભાવના પ્રવૃત્તિની અને બીજી નિવૃત્તિની, એક કર્મની અને બીજી જ્ઞાનની, એક ગૃહસ્થની અને બીજી વાનપ્રસ્થ વા સંન્યાસની. આમ થયું એટલે “ધર્મ'શબ્દને વિશાળ અર્થે રાખી, “પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ એમ ધર્મના બે વર્ગ પાડવામાં આવ્યા; અથવા તે એ જ શબ્દના અર્થને સંકોચાવીને બ્રહ્મયાને “અધ્યાત્મશાસ્ત્રથી પૃથફ “ધર્મશાસ્ત્ર રાખવામાં આવ્યું. તાત્પર્ય કે આપણે જેને ધાર્મિક જીવન કહીએ છીએ, એ સંબધી શાસ્ત્રના સિદ્ધાન્ત જાણવા માટે આપણે “ધર્મશાસ્ત્ર' ઉપરાંત બ્રહ્મવિદ્યા યાને અધ્યાત્મશાસ્ત્રના ગ્રન્થ અવલોકવા જોઈએ, અને તેમાં ધર્મશાસ્ત્ર કરતાં અધ્યાત્મશાસ્ત્ર, ધર્મમીમાંસા કરતાં બ્રહ્મમીમાંસા,ઉચ્ચતરપ્રમાણુ મનાય છે એ લક્ષમાં રાખવું જોઈએ. * જેમકે માંસભક્ષણ અને યજ્ઞમાં હિસા. + જુવો “સ્મૃતિચિન્દ્રિકા માં દેશધર્મ અને કાલધર્મ સંબન્ધી પ્રકરણ,
અર્થશાસ્ત્ર વઢવાઘમિતિ રિતિક છે” યાજ્ઞવય સ્મૃતિ તથા ધર્મ કમ)મીમાંસા અને બ્રહ્મમીમાંસા, યાને પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા પર ભાષ્યકારનાં વચન.