________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ? .
૨ બીજું–ઉપરના પત્રમાં રા. “જિજ્ઞાસુ” એ જે સભ્યતાપુર સર અને જિજ્ઞાસાના આકારમાં ચર્ચા કરી છે તે માટે એમને ઉપકાર માનીએમાં ચર્ચેલા વિષય સંબંધે અમે એટલું કહીશું તે બસ થશે કે –
વર્ણવ્યવસ્થા સર્વથા અનિષ્ટ છે એવો સિદ્ધાન્ત અમને આપતાં પહેલાં અમારે લેખ એક કરતાં વધારે વાર વિલોકવા રા. “જિજ્ઞાસુ” એ કૃપા કરવી જોઈતી હતી. વળી વર્તમાન સમયના નિર્જીવ “વાડાઓના બચાવમાં પણ “ઇવોલ્યુશન થિઅરિ” (“=વિકાસક્રમવાદ') ના ભવ્ય નામને આશ્રય લેનાર ગૃહસ્થને એ વાદના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરવા, અભ્યાસ કર્યો હોય તે મનન કરવા, અને મનન કર્યું હોય તો શાંતિથી પુનરાવર્તન કરવા અમારી નમ્ર વિનંતિ છે. અમે માનીએ છીએ કે આવા શાન્ત વિચાર માટે રા. “જિજ્ઞાસુ” એ તસ્દી લીધી નથી.–લીધી હેત તે અમારે એમને સ્મરણ કરાવવું ન પડત કે “ઇલ્યુશન થિઅરિ “પૂર્વજ ગુણની સંક્રાન્તિ (Law of Heridity)” ના નિયમમાં જ સમાપ્ત થતી નથી. કેઈ પણ અંગ સ્વકાર્ય કર્યા વિના લાંબા વખત પડી રહે તે તે નિર્જીવ થઈ વિનાશ પામે છે અને પછી “પૂર્વજ ગુણોની સંક્રાન્તિ”ને પ્રસંગ જ રહેતું નથી એ નિયમ પણ “ઈવોલ્યુશન થિઅરિને જ ભાગ છે, અને એને આધારે અમે અમારા બ્રાહ્મણબધુઓને સ્વકાર્ય કરવા તરફ પ્રવૃત્ત થવાને ઉોધન કરીએ છીએ. બીજી રીતે બોલીએ તે,
પૂર્વજ ગુણની સંક્રાન્તિ”માં રા. જિજ્ઞાસુના કરતાં વસ્તુતઃ અમને અધિક શ્રદ્ધા છે માટે જ અમારું કહેવું છે કે વર્તમાન બ્રાહ્મણોમાં વિદ્યા હશે તે ભવિષ્યના બ્રાહ્મણમાં એ સહજ રીતે આવશે, નહિ હોય તે નહિ આવે. વળી રા. “જિજ્ઞાસુ” ને એ પણ સ્મરણમાં લેવું જોઈએ કે જેમ સહજ (inherited) ગુણે સંતતિમાં સંક્રાન્ત થાય છે, તેમ જ પ્રાપ્ત (acquired) ગુણે પણ થાય છે, અને તેમ થતાં જ્યાં વિદ્યા લાંબા કાળ વસશે ત્યાં જ ભવિષ્યમાં ખરું બ્રાહ્મણત્વ આવશે એ અમારું વાક્ય, “ઇલ્યુશન થિઅર’ થી દલીલ કરનાર ગૃહસ્થને અગ્રાહ્ય ન જ હોવું જોઈએ. વળી ગુણની સહજતા ઉપર ભાર મૂકતાં પહેલાં એક વાત એ પણ લક્ષમાં લેવા જેવી છે કે જેમ જેમ વિકાસ ક્રમમાં ઊંચે ચઢતા જઈએ છીએ તેમ તેમ સ્વભાવ કરતાં અનુકરણ અને કેળવણીની અસર અધિક દીઠામાં આવે છે અને તેમાં પણ દેહ કરતાં આત્માના