________________
૪૩૪
આપણું ધર્મનું ભવિષ્ય
વાળા હોય એમ લાગે છે, અને તેથી એમનું સ્થાન આ. (૩ જ) વર્ગમાં છે. “થિઓસોફી' જ્ઞાન વિરુદ્ધ છે કે થિઓફિસ્ટમાં કેટલાક વિદ્વાન નથી એમ હારું કહેવું જ નથી.
(૩) કેળવણી પામેલા વર્ગના મેં બે વિભાગ ગણાવ્યાઃ એક કર્મકાંડથી તદ્દન વિરુદ્ધ, અને બીજે કર્મકાંડદ્વારા અને કર્મકાંડમાં ખરી ધાર્મિક સ્થિતિને અનુભવનારે. પૂર્વોક્ત વિભાગ ઘણું કરી એના ખરા ધાર્મિક ભાવને લીધે જ કર્મકાંડથી વિરુદ્ધ પડે છે, પરંતુ એમ કરવામાં અત્યાચાર થતું હોય એમ મને તે લાગે છે. સર્વથા કર્મકાંડથી શૂન્ય કઈ . પણ ધર્મ નથી. ધર્મની ઘણું શક્તિ કર્મકાંડદ્વારા પકવ થાય છે. માત્ર, એમાં કેટલીક સાદાઈ અને કેટલીક ભવ્યતા આવશ્યક છે. સાદાઈ પ્રાપ્ત કરવાને એક માર્ગ એ છે કે કર્મની સાથે જ ભક્તિ ઉપાસના અને જ્ઞાનને પણું આશ્રય કરવો–જેથી કર્મભાગ સ્વતઃ ઓછો થતો આવશે, અને જ્ઞાન શુષ્ક અને નિર્બલ ન થઈ પડે એટલે કર્મને જોઈ ભાગ જ રહેશે. કોઈ કઈ વાર ભવ્ય કર્મો પણ આચરવાં ઠીક છે. સાધારણ પ્રજાના આચારમાં કર્મકાંડની સાદાઈ, તેમ જ કેટલેક મહાન પ્રસંગે અને રાજાદિકે કરવાના યજ્ઞાદિમાં ભવ્યતા–ઉભયથી લક્ષિત આપણું પ્રાચીન ધર્મજના છે, અને તેમાં મનુષ્ય હદયના ઘણું સૂક્ષ્મ નિરીક્ષણપૂર્વક વ્યવસ્થા થઈ હોય એમ લાગે છે. - હવે ત્યારે વર્તમાન ધર્મ સ્થિતિ પરત્વે ધર્મ પ્રતિ અનાદરને પક્ષ બાદ કરતાં આપણુ જન મંડળમાં ત્રણ વિચાર ચાલે છે.
(૧) “પ્રાચીન ને, (૨) “નવીને ને,
(૩) ઇતિહાસદૃષ્ટિથી, વિશાળ અવલોકનથી, અને મનુષ્ય સ્વભાવના બન્ધારણને વિચાર કરી, વસ્તુસ્થિતિ સ્વીકારનારાઓને
આ ત્રીજો વિચાર પ્રચલિત કરવાનો ઉપક્રમ સુદર્શનના આદ્ય દ્રષ્ટીએ કર્યો છે–અને એ વિચારને એની અસંખ્ય શાખાપ્રશાખાઓમાં દૃષ્ટિગોચર કરે એ એના ખરા અનુયાયીઓનું કર્તવ્ય છે. આ પ્રસંગ લઈ અત્રે એટલું કહેવું જોઈએ કે – અમુક લેખમાં સુધારા” વિરુદ્ધ કેટલું છે, અભેદ કે પ્રેમ કે “અદ્વૈત' શબ્દ એમાં કેટલીવાર આવ્યો છે, એ સ્વ. મણિલાલના સિધાન્તના અનુસરણની ખરી કસોટી નથી. એ મહાન આત્મા