________________
४८
તસ્દી ન આપવી એવો નિર્ણય અમારે કરપડે. એ સ્થિતિમાં મેં જાતે જ અમુક યોજના ઘડી તે પ્રમાણે લેખને ક્રમ નકકી કર્યો છે. લેખમાં ગ્રન્થાવલોકન અને પ્રાસંગિક ચર્ચા અને નોંધ સ્વાભાવિક રીતે જ અલગ પડી જાય છે. એવી જ રીતે વ્યાખ્યાને જે મેં છેલ્લાં મૂક્યાં છે તે પણ જુદાં પડી આવે છે. એમાંનાં ઘણાંખરાં કેઈ ગંભીર અને મહત્ત્વના પ્રસંગ માટે લખાયાં છે. એવા પ્રસંગે સ્વાભાવિક રીતે ઉમર થતાં અને પશ્ચિમ વયમાં વિશેષ આવ્યા છે. આવાં વ્યાખ્યાને વધારે વિશાલ દૃષ્ટિથી અને કંઈક સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરલ વિચારસરણમાં અપાયાં છે એમ મને જણાયું છે. ઉમર થતાં ઘણુઓ પિતાનું જ્ઞાન વધારે સાદા સ્વરૂપમાં આપી શકે છે, એ વાત મને આનંદશંકરનાં વ્યાખ્યાનમાં પણું જણાઈ છે. એટલે વ્યાખ્યાનેને મેં છેલ્લાં જુદા વર્ગમાં મૂક્યાં. આથી એક બીજી પણ સગવડ થઈ. અંગ્રેજી વ્યાખ્યાને પણ આપવાનાં હતાં, અને અંગ્રેજી હોવાથી બીજાથી અલગ એટલે પુસ્તકને છેડે તે આપી શકાય. વ્યાખ્યાનને વિભાગ છેલ્લે આવવાથી અંગ્રેજી વ્યાખ્યાને પણ વ્યાખ્યાનોના વિભાગમાં જ આવી ગયાં. આ વ્યાખ્યાનનું ગુજરાતી, આનંદશંકરભાઈની એવી ઈચ્છા ન હોવાથી કર્યું નથી, પણ તેમાં આવતા અર્વાચીન પાશ્ચાત્ય ફિલસૂફીના સિહાવલોકન સિવાયનું ઘણુંખરું ગુજરાતી માં એક અથવા બીજે રૂપે કહેવાઈ ગયું છે, એટલું સાત્વના છે. આ રીતે વ્યાખ્યાનવિભાગ ગોઠવાઈ ગયો એમના બીજા કેટલાક લેખમાં મને શાસ્ત્રની પારિભાષિક ચર્ચા જઈ, જેમાં તે તે દર્શનેની તંત્રવ્યવસ્થાને પણ કંઈક વિશેષ પરિચય જોઈએ, અને જેમાં લાંબાં સંસ્કૃત અવતરણ અને તેને અર્થ કરવાના પ્રશ્નો આવે છે; એવા લેખોને એક વર્ગ શાસ્ત્રીય ચર્ચા તરીકે તરત જ પડી આવ્યું. બાકી રહેલા લેખોમાં જેને મેં વાર્તિકે. કહ્યાં છે તે પણ સ્વાભાવિક રીતે જ અલગ પડી જાય છે. એ બધાં કઈ કાવ્યને અવલંબીને કરેલાં છે. એમાંના કેઇકને આનંદશંકરભાઈએ પિતે વ્યાખ્યાન કહેલ છે એ ખરું, પણ એ વ્યાખ્યાન તરીકે કઈ સભામાં અપાયાં હોય એમ જણાતું નથી. તેઓ પોતે પ્રસ્તાવનામાં કહે છે તેમ તે પશ્ચિમના સાહિત્યમાં જેને sermons કહીએ એ પ્રકારનાં છે. એમણે પોતે એ વિભાગના લેખોને વ્યાખ્યાન તેમ જ વાર્તિક પણ કહેલ છે, અને ઘણુંખરાને પછીથી નામ જ આપેલ નથી. મારે વ્યાખ્યાન શબ્દ ખરેખર આપેલાં વ્યાખ્યાનો માટે રાખવાને હતો એટલે મેં એ શબ્દ આ લેખને માટે ને રાખ્યો, એ ખરી રીતે ઘણું જ વિશાળ દૃષ્ટિથી કરેલી ટીકા કે ભાષ્ય