________________
ષદર્શનની સંકલના
૪૯
આમ, મિ. દત્ત જેને ‘Rationalistic Age' એટલે કે તાર્કિક યુગ કહે છે તેમાં હિન્દુસ્થાનનું તત્ત્વચિંતન શ્રુતિથી ખસી તર્ક તરફ ઢળ્યું હતું. એમ દર્શાવનારા પૂર્વાંકત બ્રાહ્મણશાસ્ત્રો ઉપરાંત—જૈન અને બૌદ્ધધર્મનાં પુસ્તકામાં તથા એમના વિસ્તાર સંબન્ધી ઇતિહાસમાં અગણિત પ્રમાણે મળે છે. છતાં રા. ઠાકરને મારૂં નિરૂપણુ શા માટે નવીન કે આશ્ચર્યકારક લાગે છે એ હું સમજી શકતા નથી.
"
[ વસન્ત, માર્ગશીર્ષ, સં. ૧૯૭૦ ]
related in the Skanda Purana and other works, and in the Naisadhacharita we find Kali Satirising the founder of Nyaya Philosophy as “Gotama” the most “bovine” among sages.”
મનુષ્યના
આપણા શાસ્ત્રકારી કહે છે કે સત્ય—કલિ વગેરે યુગા અન્તમાં જ રહેલા છે અને તેથી કલિયુગમાં સત્યયુગી મનુષ્ય હાઈ શકે. છતાં, સામાન્ય રીતે જનસમાજમાં તે તે યુગમાં કૈવી વૃત્તિઓ પ્રવર્તે છે એ વિચારીને તેઓએ યુગવિભાગ કર્યાં છે. તે જ પ્રમાણે અને તાર્કિક યુગમાં સર્વે કાઈ જન તર્કને શરણે થઈ ગયા હતા એમ કહેવાનું તાત્પર્યં નથી—માત્ર જનસમાજની વૃત્તિઓના મુખ્ય વલણુ ઉપરથી આ નામ આપ્યું છે. ઇતિહાસના ગ્રન્થા કેવી વિવક્ષાથી લખાય છે એ જાણનાર કાઈ સમજુ માણસને આ સમજાવવું પડે એમ નથી. તથાપિ ભ્રાન્તિનું અને વિવાદનું દ્વાર તદ્દન બંધ કરવા માટે ખુલાસા વિષ્ણુમાં કરૂં છુ,
પૂર