________________
પદર્શનની સંકલન
પદર્શનની સંકલના
ઐતિહાસિક પદ્ધતિ આપણાં શાસ્ત્રોના અનેક વિધાન પરિહાર ઐતિહાસિક પદ્ધતિઓ થઈ જાય છે. અને ઐતિહાસિક પદ્ધતિ વાસ્તવિક કાલનિર્ણય ઉપર રચાએલી છે, એટલે આપણું કપોલકલ્પના વડે ખરા વિરોધને માત્ર બે પરિહાર કરીએ છીએ એમ દૂષણ રહેતું નથી. આ ટૂંકામાં એતિહાસિક પદ્ધતિ ગ્રહણ કરવાનું મારું કારણ છે. આ પદ્ધતિને મેં “Historical Method” એવા અંગ્રેજી શબ્દથી નિર્દેશી હતી, અને એને “Logical Method” થી ભિન્ન પાડી હતી. મારું ભાષણ શાસ્ત્રના વિરોધપરિહારની વિવિધ પદ્ધતિ સંબધી ન હતું એટલે એ બે પદ્ધતિના ભેદનું નિરૂપણ તે પ્રસંગે અશક્ય હતું. પરંતુ એ ઉપર આક્ષેપ કરતાં પહેલાં આક્ષેપકારે એ બે શબ્દથી શું વિવક્ષિત છે એ સમજવું જોઈતું હતું “Logical Method” શબ્દને અર્થ પ્રમાણસિદ્ધ છે એમ નહિ, પણ વિચારની સંકલના યાને ઘટનામાં ઉતરી શકે એવું અને, ““Historical Method' યાને ઐતિહાસિક પદ્ધતિ તે “Logical” થી ભિન્ન માટે તે સામાન્ય અર્થમાં allogical યાને પ્રમાણુવિરુદ્ધ એમ નહિ, પણ વિચારસંગતિને (consistency in thought) બદલે કાલિક વસ્તુસ્થિતિને આધારે ચાલનારી. આ ઐતિહાસિક પદ્ધતિ પ્રમાણમર્યાદાની બહાર નથીઃ યથાયોગ્ય, પ્રત્યક્ષ અનુમાન અથપત્તિ અને શબ્દ વગેરે જે જે પ્રમાણ ગણાવાય છે તે સર્વમાં એને સમાવેશ થાય છે. આ પદ્ધતિ કાંઈ અપૂર્વ નથીઃ યુગધર્મની વ્યવસ્થા * કરનાર આપણું પ્રાચીનેને એ સારી પેઠે જાણતી હતી. માત્ર જેમ જેમ જના ગ્રન્થકારે કાળના ક્ષિતિજમાં અસ્ત થયા, અને ઇતિહાસનાં પુસ્તકને અભાવે એમના પૌવપર્યનું સ્મરણ લુપ્ત થઈ જવા માંડયું તેમ તેમ–સાધનને અભાવે એ પદ્ધતિનો ઉપયોગ બંધ થવા લાગે. પણ હિંદુસ્થાનના ઇતિહાસ
—એના ધર્મ તત્વજ્ઞાન સાહિત્ય આદિ ગ્રન્થના સમયનું અને એના પૌર્વોપર્યનું અત્યારે આપણને આપણા પૂર્વજો કરતાં વધારે ચેકસ જ્ઞાન પ્રાપ્ત થયું છે, અને એને લાભ લઈ ઐતિહાસિક પદ્ધતિને આપણે વધારે સારી રીતે અને બહોળો ઉપયોગ કરી શકીએ એમ છે, તે આપણું જુદાં જુદાં શાસ્ત્રોના સ્વરૂપને તે તે શાસ્ત્રોના સમય સાથે જોડીએ તે તેમાં ખોટું છે