________________
શાસ્ત્રચિન્તન
૩૮૭
પણ વ્યાખ્યાન શરૂ કરતાં વ્યાખ્યાનકાર કહે છે કે મારા ગયા વર્ષના ભાષણથી સિદ્ધપુરના “બ્રહ્મવૃન્દને લેભ થયો હતે.” થયો હોય તે હું લાચાર છું. પણ મારે આ સ્થળે જણાવવું જોઇએ કે હું એ વૃન્દની સેવા કરવા ગયો હતો, એને સારું લગાડવા ગયો ન હતો. અને મને મારા સિદ્ધાન્તની યથાર્થતા અને ભાવી વિજય માટે એટલી ખાતરી છે કે આપણું દેશના પ્રાચીન ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપરથી અજ્ઞાનનાં જાળાં દૂર થશે ત્યારે આ ક્ષેભ અગ્ય હતું એમ સૌ કોઈને લાગ્યા વિના નહિ રહે.
આક્ષેપ શરૂ કરતાં પહેલાં વ્યાખ્યાનકાર મારે માટે પિતાને “પરમ ભાન અને પ્રેમ” છે એમ જાહેર કરે છે. હું આ કૃપા માટે એમને ઉપકાર માનું છું. પણ “અર્ધનાસ્તિક એવા છે કે કંઈ તેમાંનું કરી કલકલ્પિત કલ્પનાઓ કરે છે અને શાસ્ત્ર સમજવાનું ડેળ કરી પ્રજાને મોહ પમાડે છે જેથી મન્દબુદ્ધિઓ ફસાય છે..... આનન્દશ કરભાઈના વિચારમાં પણ મને કાંઈક તેવું દર્શન થયુ.”—આ પાછળના શબ્દો વાંચતાં, પૂર્વોક્ત “માન અને પ્રેમ” જરા “Pickwician sense” યાને લોકોત્તર અર્થનાં ભાસે છે. અસ્તુ. જે “માન અને પ્રેમ” ઉપર ભારે હક નથી તે હું માગતા નથી. મારે તે માત્ર ન્યાય અને સત્યપરાયણ મનની જ અપેક્ષા છે. આ અભુત “માન અને પ્રેમ કરતાં પણ ઉપકાર માનવાનું મને અધિક કારણ રહેત(૧) જે એ ગૃહસ્થ મારા વિદ્યાર્થીમાં પણ ન શોભે એવું અજ્ઞાન –
પિતાના જ અજ્ઞાનથી–મને આપ્યું ન હત; (૨) આ વિષયમાં જોઈ શ્રમ કરી મારા પ્રતિપાદનની પાછળ શાં
શાં પ્રમાણે રહ્યાં છે તે જાણવા અને સમજવા યત્ન કર્યો
હેત; તથા (૩) વસ્તુતઃ જ્યાં ત્યારે એમનાથી મતભેદ નથી ત્યાં વૃથા મતભેદ
કલ્પી લઈ ખંડનને આડમ્બર કર્યો ન હોત. આ ત્રણે જાતના દેષ રા. ઠાકરના વ્યાખ્યાનમાં સ્થળે સ્થળે છે એ આ ઉત્તર વાંચતાં વાચકને સમજવામાં આવશે.
કાકરેને અને ભારે મતભેદ તરી આવશે, અને વસ્તુતઃ જે રામાનુજાચાર્યથી શંકરાચાર્યને મતભેદ છે તે જ શંકરાચાર્યના સિદ્ધાન્ત પરાવે રા. ઠાકરને અને મારે મતભેદ છે એમ એમને સમજાશે.