________________
૩૭૨
પરિણામ અને વિવ
આકાશ ઉત્પન્ન થયું” એમ જ્યાં કહેવાય છે, ત્યાં પ્રકૃતિ વિશિષ્ટ આત્મા (ઈશ્વર)માં લક્ષણા કરવી ક્રમ યેાગ્ય ગણાય ? પ્રકૃતિવિશિષ્ટ આત્મા લક્ષણુ થાય છે એમ માનેા તાપણુ “–માંથી” એ પચમીના અર્થે જે ઉપાદાનત્વ એને વિશેષ્યાંશ ( વિશુદ્ધ આત્મા, બ્રહ્મ)માં સ્વરસતઃ અન્વય થાય છે, અને એની વિશેષાંશ (પ્રકૃતિ, માયા)માં પવસાનકલ્પના પરાણે થઈ શકે છે. માટે આ કલ્પના શ્રુતિના સ્વારસ્યને અનુકૂલ નથી..
(૨) બીજા કહે છે કે—જેમ પ્રકૃતિ ઉપાદાન છે એમ બ્રહ્મ પણ ઉપાદાન છે. કારણકે બંનેનું ઉપાદાનત્વ શ્રુતિથકી સિદ્ધ છે. પરન્તુ ફેર એટલેા છે કે બ્રહ્મ પર પરાસંબન્ધે વિકારાશ્રય છે, અને પ્રકૃતિ સાક્ષાત્ વિકારવાળી છે. બ્રહ્મ વિક્રિયમાણુપ્રકૃતિના આશ્રય તરીકે વિકારી છે. આ પ્રમાણે શ્રુતિ છેઃ—“ માર્યા તુ પ્રકૃત્તિ વિદ્યાન્નાચિન ૩ મહેશ્વરમ્ ” આમ છે તે પછી પરમાત્મામાં ઉપાદાનત્વ અનતું નથી એમ ન કહેશેા. કારણ કે અપૃથસિદ્ધયા વિકારાશ્રયત્વ તે ઉપાદાનત્વ, એટલું જઉપાદાનનું લક્ષણ છે: વિકારાશ્રયત્વ સાક્ષાત્ સંબન્ધે કરીને હેવું જોઈએ એમ વિવક્ષિત નથી, કે જેથી પર’પરાસમ્બન્ધે જે વિકારાશ્રય હૈાય એને ઉપાદાન માનવામાં અડચણ આવે. ઉપાદાનના લક્ષણમાં ‘સાક્ષાત્ સંબંધ' મૂકયા નથી, કારણુ તેમ કરવાથી ગૌરવ થાય છે. નિર્વિકારત્વનું પ્રતિપાદન કરનારી શ્રૃતિ સાક્ષાત્ વિકારિત્વના નિષેધ કરે છે. માટે આ મે (સર્વિકાર—અને નિર્વિકાર—પ્રતિપાદક) વચનાના વિરાધ થતા નથી. આ પ્રમાણે લેતાં સ્રારમન આજાશઃ સંમૂતઃ ' ઇત્યાદિ વચનનું સ્વારસ્ય ત્યજવું પડે છે—કારણ કે સામાન્ય નિયમ પ્રમાણે, ‘આકાશ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું' એ વાકયના અર્થ સાક્ષાત્ સમ્બન્ધ કરી આકાશ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું એમ જ સમજાય છે. તમે કહેશે કે સામાન્ય નિયમ એવા ( સાક્ષાત્ સંબધ લેવાના) ખરા, પણ ‘માયાં તુ પ્રશ્નત્તિ વિચામાચિનં તુ મદ્દેશ્વરમ્' એ વચનાનુસારે બ્રહ્મનું માયાદ્વારા ઉપાદાનત્વ સ્વીકારવું જોઇ એ. પરન્તુ એના જવાબમાં કહેવાનુ કે આ વચનમાં બ્રહ્મનું માયાદ્વારા ઉપાદાનત્વ પ્રતિપાદન થતું નથી, પણ બ્રહ્મ પ્રકૃતિભૂત માયાને આશ્રય છે એમ પ્રતિપાદન થાયછે. માટે એક જાણુવાથી સર્વ જણાય' ઇત્યાદિ પ્રતિજ્ઞાને અનુસરી (સાક્ષાત) ઉપાદાનત્વ માનવું અને ‘માયાં તુ' ઇત્યાદિ વચનને લઈ પ્રકૃ ત્યાશ્રયત્વ માનવું. ઉપાદાનત્વ પણ પર’પરાસબન્ધે કરીને સ્વીકારવું એમ નહિં.
66
,,
(૩) નિર્વિકારત્વપ્રતિપાદક શ્રુતિ છે એટલા માટે સામાન્ય નિયમ પ્રમાણે ‘વિશુદ્ધ બ્રહ્મમાંથી આકાશ સાક્ષાત ઉત્પન્ન થયું ' એમ જે પૂર્વીકત
>