________________
-
કેનેપનિષદ
૩૬૩
તે આપણું પ્રાર્થના સાંભળે પણ શી રીતે? આખકામ, ઈચ્છાદિરાગરહિતને “સર્વ કુદરતી બનાવામાં, સર્વ વસ્તુધર્મમાં પ્રજન” જવાની તથા સાધવાની પણ શી જરૂર? શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે કે –
" न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगः स्वभावस्तु प्रवर्तते ॥" બ્રલમાં કર્તુત્વ નથી, કારયિતૃત્વ નથી, કર્મલથી તે નિર્લિપ્ત છે, માત્ર સ્વભાવ–માયા–પ્રવર્તે જાય છે.” આમ છે ત્યારે તે વાસ્તવિક રીતે બ્રહ્મમાં ઉપાસનાનો અવકાશ ન હોવો જોઈએ. અને ખરેખર નથી જ. આ જ શ્રુતિન્યાયસિદ્ધ તત્ત્વ છે.
પ્રથમ ખંડમાં ઉપાસ્ય બ્રા અને રેય બ્રહ્મને વિવેક કરી ગુરુએ શિષ્યને બ્રહ્મ સંપાદન કરવા કહ્યું. હવે દ્વિતીયખંડમાં બ્રહ્મજ્ઞાન તે શું એ સમજાવે છે. બ્રહ્મ ય છે એમ પૂર્વે કહ્યું. આ ઉપરથી એમ સમજવાનું નથી કે કોઈ પણ રીતે બ્રહ્મને પ્રમાણુવિષય કરી શકાય. ત્યારે શું વિનાપ્રમાણુ બ્રહ્મ સ્વીકારવું? ના. એમ પણ નથી. બ્રહ્મ સભાવમાં સર્વ પ્રમાણ છે, અને તેમ છતાં તે પ્રમાણને અગમ્ય છે. પ્રમાતા, પ્રમેય,પ્રમિતિ અને પ્રમાણુ સર્વ પિતે જ છે, કારણ કે સ્વસત્તાહીન પ્રમાણુદિ પણ બ્રહ્મની સત્તાથી જ સ્કુરે છે. તે પછી બ્રહ્મને વિષે પ્રમાણદિને શો અવકાશ? બ્રહ્મ પ્રમાણુનિરપેક્ષ, સ્વયપ્રકાશ, અનિષેધ્ય વસ્તુ છે. સર્વપ્રમાણગમ્ય મિથ્યા પદાર્થનો નિષેધ કર્યા છતાં પણ અવશેષમાં તે રહે છે, કારણ કે સત-સ્વરૂપ પ્રત્યગાત્મથી અભિન્ન બ્રહ્મને નિષેધ બની શકતો નથી. બ્રહ્મ વિના નિષેધ જ અસિદ્ધ થાય છે. અભાવ પણ ભાવ વિના સિદ્ધ થઈ શકતું નથી. નિષેધમાં પણ સિદ્ધિ આવે છે. પણ આ સર્વ ઉપપત્તિ અદ્વૈતવાદમાં જ થવાની. જો બ્રહ્મને જીવ-જગતથી ભિન્ન કેદ અષ્ટારૂપ માનીએ તે પ્રમાણુની તેમાં અપેક્ષા રહે. પ્રમાણુ સિવાય તે સિદ્ધ થઈ શકે નહિ, અને આ ખંડમાં પ્રતિપાદિત બ્રહ્મનું સ્વયંપ્રકાશ અસંગત થાય, તથા તેમાં પ્રમાણપ્રસર થઈ મિથ્યાત્વ પણ આવે. સૃષ્ટ પદાર્થો થકી ભિન્નઈશ્વરકારણુતા-વાદ સર્વથા યુક્તિવિહીન છે એ વિષે કાંઈક દિગદર્શન પૂર્વખંડની ટીકામાં કર્યું છે. વિસ્તરશઃ આ વિષયનું આગળ ઉપર વિવેચન કરીશું.
તૃતીય ખંડમાં એક કથારૂપે બ્રહની સર્વશકિતમતા વર્ણવી છે. અગ્નિ વાયુ, ઈન્દ્ર પિતાપિતાનાં કાર્ય કર્યું જાય છે, પણ તે બ્રહ્માની શક્તિ થકી જ