________________
"
૩૪૨
જ્ઞાન અને નીતિ
*
*
*
જ્ઞાન અને નીતિ રા. રા. કરમઅલી રહીમઅલી નાનજીઆણી, જેઓ વેદાન્તશાસ્ત્રને સારે શેખ ધરાવે છે, તેઓ અમને નીચે પ્રમાણે એક પ્રશ્ન પૂછે છે, અને આ પત્રમાં જવાબ ઇચ્છે છે –
બ્રહ્મ જાણ્યા પછી કાંઈ વધુ કરવાનું રહે છે?” આ પ્રશ્નને ઉત્તર “જાણ્યા”-–શબ્દના અર્થ ઉપર આધાર રાખે છે. વેદાન્તમાં બે પ્રકારનાં જ્ઞાન બતાવ્યાં છેઃ “પરોક્ષ જ્ઞાન” અને “અપક્ષ જ્ઞાન”. “પરાક્ષ જ્ઞાન” તે માત્ર મગજનું જ્ઞાન, અમુક સમજણ એટલું જ,
અપક્ષ જ્ઞાન” એટલે સમસ્ત આત્મા થકી પ્રાપ્ત કરેલું જ્ઞાન, અમુક સમજણ માત્ર નહિ પણ એ સમજણને અનુસરી સમસ્ત આત્માનું થવું– ગુજs. જેને આ અપક્ષ જ્ઞાન” અર્થાત અનુભવ થયે છે, એને એ અનુભવની બહાર વધુ કાંઈ જ કરવાનું રહેતું નથી–કારણ કે એની બાબતમાં “વધુ –શબ્દ જ અર્થહીન છે; કૃતિ કહે છે તેમ, “અરય સર્વમારવામૃત તત ન f g ”? પણ જેનું જ્ઞાન હજી પક્ષ દશામાં છે એને ઘણું કરવાનું બાકી રહે છે–લગભગ સમસ્ત આત્મા કરવાને રહે છે, એમ કહીએ તે પણ ચાલે. એની સ્થિતિ સમુદ્રની પાર ઊતરવા માટે નાવમાં પગ મૂકવા-બેસવા-–તૈયાર થએલા છતાં હજી સમુદ્રકાંઠે જ ઊભેલા માણસના જેવી છે. ગૌતમ બુદ્ધ એમના એક ઉપદેશમાં કહે છે તેમ –હામાં કાંઠાનું હજાર વખત નામ પિકારવાથી જેમ હામે કાંઠે પહોંચાતું નથી, ત્યાં પહોંચવા માટે તે નૌકામાં બેસી હલેસાં મારતાં જવું જ જોઈએ, તેમ બ્રહ્મ” “બ્રહ્મ' કહેવાથી કાંઈ બ્રહ્મ મળતું નથી, એ મેળવવા માટે તો સમાદિક સાધન આચરવાં જ જોઈએ. અને શંકરાચાર્ય પણ એ જ તાત્પર્યથી જણાવે છે કે “હું રાજા છું' એમ સે વખત કહે જેમ રાજા થવાતું નથી, તેમ “લઉં ત્રાહિમ” એમ કહ્યાં કરવાથી બ્રહ્મ થઈ જવાતું નથી. સાધનની આવશ્યકતા સર્વત્ર સ્વીકારવામાં આવી છે.
આ સાધન તે કર્મ? કે જ્ઞાન? કે ઉભય? કર્મ માત્ર–જેમાં જ્ઞાનનું , એક કિરણ પણું નથી–એવા કર્મ માત્રથી પરમાત્માની પ્રાપ્તિ થાય એ પક્ષ તે સ્પષ્ટ રીતે યુક્તિહીન છે. રામાનુજાચાર્ય અને અન્ય કેટલાક મહાપુરૂષો જ્ઞાન અને કર્મ ઉભયની આવશ્યકતા માને છે. આ સિદ્ધાન્ત જ્ઞાનકર્મ સમુ