________________
૩૪૦
જીવાત્મા અને પરમાત્મા
ભાને આપણું જ્ઞાન વિષય માન્યો કે તુરત એ આપણી હામે (antithetic) આવીને બેઠે ! પછી તે આપણું અતરમાં શી રીતે હોઈ શકે? વિષય (Object) અને વિષયી (Subject) એ લાકડીના બે છેડા માફક (antithetic) છેઃ એક છેડે બીજા છેડાના અન્તરમાં કેમ સંભવે ? પણ પરમાત્મા જીવાત્માના અન્તમાં છે એમ તે દ્વૈતવાદી , કહે છે જ—માટે પરમાત્મા જીવાત્માના જ્ઞાનને વિષય નથી, પણ એને આત્મા છે એમ Reductio ad absurdum તર્કથી ફલિત થાય છે.
વળી જીવ એક અને પરમાત્મા બીજો એમ સંખ્યા થઈ શકતી હોય તે પ્રશ્ન ઊભો રહે છે કે એ બંનેમાં એવું શું તત્ત્વ અનુસ્થત છે કે બંનેને એક ગણુનામાં–વર્ગમાં–પાડે છે? અનુપહિત શુદ્ધ-ચૈતન્ય ? એમ હોય તે અદ્વૈત વેદાન્તી પણ વારંવાર એ જ કહે છે. અનુપહિત–શુદ્ધ– ચિતન્ય રૂપે જ એ તત અને સરનું તાદામ્ય માને છે કહે છે કે –
" यथा यथा तत्त्वमसीति वाक्ये विरुद्धधर्मानुभयत्र हित्वा । संलक्ष्य चिन्मात्रतया सदात्मनोरखण्डभावः परिचीयते बुधः । एवं महावाक्यशतेन कथ्यते ब्रह्मात्मनोरैक्यमखण्डभावः” ॥ - ભાવાર્થ-જીવ અલ્પજ્ઞ છે; ઈશ્વર સર્વજ્ઞ છે; ત્યાં અલ્પજ્ઞતા અને સર્વજ્ઞતા રૂપી વિરુદ્ધ ધર્મો કાઢી નાખીએ તો ઉભયમાં એક જ તત્ત્વ કાયમ રહે; બ્રહ્મ અને આત્માનું ઐક્ય પ્રતિપાદન કરતી “તવમસિ” આદિ કૃતિઓનું આ જ તાત્પર્ય છે.
હજી એક પ્રશ્ન વિચારવાનું રહે છે. વિરુદ્ધ ધર્મો કાઢી લઈએ તે પછી રહે જ શું? આ પ્રશ્નના ઉત્તરમાં પૂછવાનું કે શું ધર્મોથી પર કોઈ ૧ [ શકા–આપણો આત્મા આપણું જ્ઞાન વિષય છે, છતાં તે કયાં હામે આવીને બેસે છે ? ઉત્તર-બેસે છે જ, હામે આવીને બેસતો ન હોય તો આપણું જ્ઞાનને એ વિષય જ ન બને. જ્ઞાનમાં હામાં આવીને બેસવું એનું નામ જ વિષયતા (પરાફર્વ-Objectivity) છે.] ૨ [ શકા–પણ લાકડી તે આ છેડે તેમ જ બીજે છેડે એમ બંને છેડારૂપ કેમ ન હોય? ઉત્તર–હોય. પણ એને શું અર્થ થયો એ વિચારે. પરમાત્મા વિષય અને વિષયી ઉભયરૂપ છે. અર્થાત બેમાંથી એક જ રૂપે એને અવચ્છેદ કરો એ બ્રાતિ છે. એક જ વસ્તુ બે આકારે–પરસ્પર વિરુદ્ધ આકારે–પ્રતીત થાય છે. આનું જ નામ પરમાત્માની માયા.]