________________
૩૮
અન્યને ગણુ માનવા એ પણ ઉત્તમ ભાવ નથી–તેમાં પરધર્મ તરફ પૂરત આદર રહેતો નથી. ખરો માર્ગ તેઓ એ દર્શાવે છે કે સર્વ ધર્મો તરફ આદર રાખવો અને એકધર્મમાં નિષ્ઠા રાખવી. એથી આગળ જઈને કહે છે કે સ્વ અને સર્વને ભેદ પીગાળી દઈ સ્વધર્મમાં સર્વ ધર્મને અને સર્વ ધર્મમાં સ્વધર્મને જે પણ એ પણ ક્યારે શક્ય બને કે આપણે ધર્મને કેવળ બહારથી પકડી ન રાખતાં, આત્મામાં ઉતારીએ, આત્માના સત્ત્વમાં મેળવી દઈએ. અર્થાત અહીં પણ આનંદશંકર અધ્યાત્મદષ્ટિને જ મહત્ત્વની ગણે છે. એ જ ધર્મનું ખરું સ્વરૂપ છે. ૩૪
સમગ્ર ઘચર્ચામાંથી નિષ્પન્ન થતી એમની શ્રદ્ધા એમણે નીચેનાં એવામાં મૂકી છે ૩૫
જીવ પરમાત્મા છે, જગત પણ પરમાત્મા છે, છતાં પરમાત્મા ઉભય થકી અધિક છે–છતાં કેવલ અદ્વિતીય છે. એની સાથે એનાથી ઊંચે, એનાથી નીચે બીજુ કાઈ જ નથીઃ આ પરમ સત્ય છતાં સત્યરૂપે ભાસતાં નથી, એ અજ્ઞાન, એ જ દુઃખ. અજ્ઞાન એ જ પાપ, અજ્ઞાન એ જ અશુદ્ધિ એની પાર જવું એ જ આનંદ, એ જ પરમ કર્તવ્ય, એ જ વિશુદ્ધિ
ત્યારે હવે આન દશંકરના મતે મેક્ષપ્રાપ્તિનાં સાધને કયાં કયાં ? અલબત એમની વિશાલ દૃષ્ટિએ અનેક અધિકારીઓ માટે એ અનેક પ્રકારનાં સાધને સ્વીકારે છે. વ્યક્તિ પોતાના સ્વભાવને અનુકૂલ કર્મમાર્ગ ભક્તિમાર્ગ કે જ્ઞાનમાર્ગ કે એ ત્રણેયને અનુસરે પણ સર્વ પ્રકારના અધિ-કારીઓ માટે તેમણે કેટલુંક કહ્યું છે. અને લોકે માનેલાં કેટલાંક સાધન તે ધર્મનાં સાધનો નથી એમ બતાવ્યું છે તે પણ મહત્ત્વનું છે. કેવળ કર્મને કશો અર્થ નથી, પણ એનો અર્થ એવો નથી કે જ્ઞાની કર્મ ન જ કરે. જ્ઞાની કર્મ કરે, કરે જ, પણ તે જ્ઞાનની દષ્ટિએ યોગનાં પ્રાણાયામાદિ સાધને જીવનને બીજી રીતે લાભદાયી હોય પણ તે ધર્મનાં સાધને નથી એ એમણે વારંવાર સ્પષ્ટ કર્યું છે. લોકે જે ચમત્કારેનું ગૌરવ કરે છે, અને જેને ધાર્મિક પ્રગતિનાં ચિહ્નો માને છે, એને ને ધર્મને કશો સંબંધ નથી. ચોગદર્શનની સિદ્ધિઓને તે તેઓ ગદર્શનના કલંક જેવી ગણે છે. ૩૬
૩૩. પૃ. ૭૪૮ ૩૪. આપણે ધર્મની સમસ્ત ચર્ચામાં ક્યાઈ સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમને ઉલ્લેખ નથી, વધારેમાં વધારે પરા અને અપરા પ્રકૃતિને ઉલ્લેખ છે, એથી વિશેષ સાંખ્યનાં પંચીકરણમાનું કશું આવતું નથી, જે બતાવે છે કે એમને માત્ર મુખ્ય વિશાલ સિદ્ધાન્તની ચર્ચા કરવી છે, વિગતમાં ઊતરવું નથી. એ પણ નેધવા જેવું છે કે એમણે કયાઈ પુનર્જન્મને અગત્યના ધર્મસિદ્ધાન્ત તરીકે ગણાવ્યો નથી. ૩૫. પૃ. ૧૩૬ ૩૬ પૃ. ૭%