________________
વેદ, વેદાર્થ અને વેદના દેવો
૩૩૧
લાકડી” (“Blind man's stick') કહી છે એમાં બહુ સત્ય છે. અને એમ કહેવું પણ ભૂલ ભરેલું છે કે સાયણચાર્ય, જે વેદ પછી હજારો વર્ષ થયા, એમને કરેલો અર્થ કેમ પ્રમાણ માની શકાય? વસ્તુતઃ સાયણાચાર્ય પહેલાં વેદ ઉપર ટીકા લખાએલી હવે જાણવામાં આવી છે, અને તેથી વેદાર્થને સંપ્રદાય સાયણ પાસે અવિચ્છિન્ન ચાલ્યા આવ્યા હોય એ સંભવિત છે. સાયણાચાર્ય યાસ્ક આદિ પ્રાચીન મુનિઓના સાંપ્રદાયિક અર્થ ઉપર આધાર રાખે છે, અને એ મુનિઓ વેદના પ્રણયનકાળ પછી ઘણે વર્ષે થયા તે પણ તેમને મૂળ અર્થ સંપ્રદાયથી મળ્યો હતો એ આટલા ઉપરથી પણ સ્પષ્ટ જણાય છે કે વેદના કેટલાક શબ્દો જેને લૌકિક સંસ્કૃતમાં છાંટ મળતું નથી એના એઓએ એ જ અર્થ કર્યો છે કે જે એ શબ્દને મળતા એવા તે સમયની બીજી આર્ય ભાષાના શબ્દોને આધારે થવા જોઈએ. એક જ ઉદાહરણ આપીએ જેમકે “રHઃ” શબ્દ, આ વૈદિક શબ્દનો અર્થ ગુહ કરવાનું લૌકિક સંસ્કૃત ઉપરથી કદી ન સૂઝે. પણ લૅટિન domas શબ્દની મદદથી ગૃહ અર્થ સહજ રીતે નક્કી થઈ જાય છે.
ખરી મુશ્કેલી વેદના સામાન્ય શબ્દોના અર્થ કરવામાં રહેલી નથી. પણ વેદને ધર્મ શું હતો? વેદના દેવો એ શું છે ?-ઇત્યાદિ ધર્મને લગતા પ્રશ્નોને ઉત્તર દે કઠિન છે. અને તેમ થવાનું કારણ એ છે કે સામાન્ય શબ્દોના અર્થ જેવા બદલાતા નથી તેવા ધર્મસબધી જનસમાજના વિચારે બદલાય છે. વેદ અને યાસ્કના સમય વચ્ચે સામાન્ય શબ્દોના અર્થ કરવામાં જે મુશ્કેલી નહોતી તે યાસ્કના સમયમાં વેદનો ધર્મ સમઝવામાં ઉત્પન્ન થઈ ચૂકી હતી. આ વાત યાસ્કે દેવો અને દેવોની આખ્યાયિકા સંબધી પૂર્વાચાર્યોના જે વિવિધ મતભેદ નોંધ્યા છે તે ઉપરથી સ્પષ્ટ સમઝાય છે. તેમાં એક મત (૧) યાજ્ઞિકેને તેઓના મત પ્રમાણે યજ્ઞમાં જે જે દેવતાનું નામ લઈ એને બલિ સમર્પવામાં આવે છે તેને પૃથફ પૃથફ દેવતા સમઝવા. આમ માત્રને મૂલ મનનાત્મક અર્થ વિસરાઈને બન્ને એક જાદુઈ શબ્દની આનુપૂવ થઈ રહી, અને યજ્ઞમાં
એ જ રીતે એને ઉપયોગ કરવાની રૂઢિ ચાલી. અને તે સાથે યાજ્ઞિકને વર્ગ બંધાયો, તથા સંપ્રદાનવાચક ચતુર્થીને પ્રત્યય જેને લાગે તે દેવતા એવી ધર્મના હદયથી લગભગ શૂન્ય એવી શબ્દપૂજા અને