________________
ચર્ચાપત્ર
૩ર૭
ચર્ચાપત્ર જ્ઞાનસુધા' પત્રના તન્ઝી સાહેબની સેવામાં
ગએ શનિવારે રાત્રિએ પ્રાર્થનાસમાજ મંદિરમાં કીર્તન સાંભળી, આપના ધર્મમંડળના મોક્ષસંબંધી સિદ્ધાન્ત વિષે કેટલીક શંકા ઉભવી છે. તેને ખુલાસે આપના માસિક પત્રકાર કૃપા કરી કરવામાં આવશે એમ આશા છે. પ્રાર્થનામાળાને આરંભે આપેલા ચાર ધર્મસિદ્ધાન્તમાંથી મારી શંકાઓનું સમાધાન ન થઈ શકયું, માટે જ આપને આટલી તસ્દી આપવાની જરૂર પડી છે; તે ક્ષમા કરશે. આપના પત્રની ઘણું જગ્યા ન કાય માટે તે શંકાઓને ટૂંકાણમાં સાર નીચે આપું છું –
(૧) “ઝળકે સ્નામય શા વિશાળ રે, પેલા દિવ્ય કિનારા !
ગાજે જ્યાં ગંભીરું, મધુરું પેલું અમૃતત્વસિન્ધનું પૂર રે; પિલા.”
અત્ર અલૌકિક કવિકલ્પનાથી રસાએલા પરજીવન' નું પરમાર્ચસ્વરૂ૫ શું છે ? તે જન્માન્તર છે? કાન્તર છે? કે અવસ્થાન્તર છે? (૨) જે પરજીવન તથા પૂર્વજીવન પ્રકૃતિરૂપ અનંતસ્વાવસ્થા છે એમ
કહ્યું, તે બંને સમાનધર્મિ છે કે ભિન્નધર્મિ? જે સમાનધર્મિ હોય તે અનંતત્વમાંથી આત્માની પ્રશ્રુતિ થવાનું શું કારણ?
જે ભિન્નધર્મિ હોય તો તે ભેદ શો છે? (૩) જીવ ઈશ્વરનું ઐકય નહિ પણ સામીપ્ય એ મુક્તિ એમ એક
પ્રસંગે કીર્તનમાં કહેવામાં આવ્યું હતું. અત્ર “સામીપ્ય” એટલે શું? તે સિદ્ધ છે, કે સાધ્ય છે? અથત નથી અને મેળવવાનું છે, કે છે તે જ અનુભવવાનું છે. છે તે જ અનુભવવાનું હોય, તે તે હાલ નથી અનુભવી શકાતું તેનું કારણ? વેદાત્નીઓને કૈતાનુભવમાટે કરેલે ખુલાસે આ મતમાં સ્વીકાર્ય છે? નથી અને મેળવવાનું છે, તે તે મેળવવાની વસ્તુનું સ્વરૂપ શું છે ? દેશિક અને કાલિક સામીપ્ય તે ઈશ્વરના સર્વ વ્યાપકત્વથી અને નિત્યત્વથી છે જ, નથી એમ નથી એટલે તે સાધ્ય ન હોઈ શકે. પ્રકારકૃત સામીપ્ય માનવામાં તે સામીની મર્યાદા ક્યાં રાખવી?